એનઆઈએની તપાસમાં પુલવામામાં હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ ૨૩ વર્ષિય ઈલેકટ્રીશીયન આતંકી હોવાનું ખૂલ્યું હતુ
કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલાના પાછળ આતંકી સંગઠ્ઠન જૈસે-મહંમદનો હાથ હોવાનું ખૂલી ચૂકયું છે. ત્યારે સુરક્ષાદળોએ કાશ્મીર ઘાટીમાં રહેલા આતંકવાદી તત્વોને જેર કરવા સર્ચ ઓપરેશનો હાથ ધર્યા છે. જેના ભાગ‚પે પુલવામામાંના દ્રાક્ષ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી પરથી સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ દરમ્યાન થયેલા ગોળીબારમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. જયારે સુરક્ષાદળોએ પુલવામામાં હત્યાકાંડના મુખ્ય માસ્ટરમાઈન્ડ ગણાતા ૨૩ વર્ષિય ઈલેકટ્રીશીયન આતંકીને ઓળખી કાઢીને ઝડપીલીધો છે.
પુલવામામાં થયેલા આતંકી હુમલાની કડીમેળવી રહેલા સુરક્ષાદળોની ટીમોએ આતંકવાદીઓનાં સ્થાનિક સ્ત્રોતો એવા ઘરના ઘાતકીઓ નજર ઠેરવીને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમ્યાન જૈશે મહંમદનો આતંકવાદી મુદાસીર અહેમદખાન ઉર્ફે મોહંદભાઈ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું ખૂલવા પામ્યું હતુ. આ અંગેના પુરાવાઓ એકત્ર કરનારા સુરક્ષાદળોનાં અધિકારીઓ જણાવ્યું હતુ કે ૨૩ વર્ષિય મુદાસીર પુલવામાં જિલ્લાનાં દ્રાક્ષના મીર મોહલ્લાનો રહેવાસી છે. અને ઈલેકટ્રીશીયન ગ્રેજયુએટ ડીગ્રી ધરાવે છે.
૨૦૧૭માં જૈશના સ્થાનિક કાર્યકર તરીકે જોડાયેલા મુદાસીરને જૈશનો આતંકવાદીઓને કાશ્મીર ખીણમાં શસ્ત્ર સરંજામ અને રહેવાની સુરક્ષા પુરી પાડતા નુરમહંમદ તાંત્રેય ઉર્ફે નુર ટ્રાલી જૈશની મુખ્ય ટીમમાં લઈ ગયો હતો. ૨૦૧૭નાં ડીસેમ્બર માસમાં ટ્રાલી માર્યા ગયા બાદ મુદાસીરે ૧૪ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ઘરેથી ગાયબ થઈ ગયો હતો. જે બાદ તે આતંકવાદીઓને સ્થાનિક કક્ષાએ મદદ કરનારી ટીમમાં સક્રિય બન્યો હતો. પુલવામામાં હુમલામાં આત્મઘાતી હુમલો કરનાર આતંકી આદીલ અહેમદ દર સાથે મુદાસીર હુમલા સુધી સતત સંપર્કમાં હતો.
કાશ્મીરમાં મજુરી કામ કરતા પિતાના સૌથી મોટો પુત્ર એવો મુદાસીર ફેબ્રુઆરી ૨૦૧૮માં સુનજાવનમાં આર્મી કેમ્પમાં થયેલા હુમલામાં પણ સામેલ હતો. ઉપરાંત જાન્યુઆરી ૨૦૧૮માં લેથેપોરામાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા હુમલામાં પણ મુદાસીર સામેલ હતો અને ત્યાર પછી સુરક્ષા દળોના ધ્યાનમાં આવ્યો હતો. આ હુમલામાં છ સીઆરપીએફના કર્મચારીઓ અને નાગરીકોના મૃત્યુ થયા હતા.
૧૪મી ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એનઆઈએની ટીમે હુમલા બાદ ૨૭મી ફેબ્રુઆરીએ મુદાસીરના નિવાસ સ્થાને તપાસ હાથ ધરી હતી આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલી મારૂતી ઈકોકાર હુમલાનાં ૧૦ દિવસ પહેલા જેશ દ્વારા ખરીદ કરવામાં આવી હતી. આ કાર ખરીદનાર તરીકે દક્ષિણ કાશ્મીરના બીજ બેહરના રહેવાસી સજજાદક ભાટની ઓળખ થઈ છે. સજજાદ જૈશે મહંમદનો સક્રિય આતંકવાદી હોવાનું તપાસમાં ખૂલવા પામ્યું છે.