ભારત દેશમા ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યે પોતાના બાળકોને સમર્પિત કરવાની ભાવના થકી આ દેશ કયારેય નાસીપાસ થતો નથી
બાળકોના દાનની પરંપરાથી પ્રભાવિત ઇગ્લેન્ડના કપલે મુલાકાત લઇ મંદિરના ભુલકાઓ સાથે આનંદ માણ્યો
મૂળી થી 18 કિમી દુર આવેલ દુધઇ ગામે આવેલ રબારી સમાજના આસ્થાના પ્રતિકસમા વડવાળાદેવના મંદિરે વર્ષોની બાળકને અર્પણ કરવાની પ્રથા વર્ષોથી પ્રચલિત છે આ પરંપરા થી પ્રભાવિત બની ઇગ્લેન્ડના દપંતિએ તાજેતરમા વડવાળા મંદિરની મુલાકાત કરી મંદિરમા અર્પણ કરાયેલા બાલગોપાલ સાથે આનંદની પળો માણી મહંતશ્રી રામબાલક દાસજીના આશિર્વચન મેળવી ધન્યતા અનુભવી હતી. વડવાળા મંદિરના મહંતશ્રી રામબાલકદાસજી પણ સવા વર્ષની ઉમરે જ દેવ સ્થાક મા અર્પણ કરાયા હતા તેમને એમ એ બી એડ સુધીનો અભ્યાસ કરેલ છે.
લોકવાયકા મુજબ મૂળી તાલુકાના દુધઇ ગામે આવેલ રબારીસમાજના આસ્થાના પ્રતિક સમા વડવાળા મંદિરે જે દપંતિને સંતાન સુખ ન હોય અને બાળક શારીરીક માનસીક તકલીફમા હોય તે બાળકના સુખાકારી માટે વડવાળાદેવ પાસે ખોળો પાથરી શ્રધ્ધા સાથે પોતાની ત્યા પારણુ બંધાઇ અથવા બાળક સાજા નરવા થાય તો આ બાળકને દેવમંદિરે અર્પણ કરવાની બાધા આખડી રાખતા હોય છે પોતાની મનોકામના પુર્ણ થતા આ બાળકને સવા વર્ષ થયે વિધિવત મંદિરમા અર્પણ કરવામા આવે છે.
જેની લોકવાયકા દેશભરમા પ્રચલિત છે અનોખી પરંપરા થી પ્રભાવિત બની ઇગ્લેન્ડના એક કપલે તા.8.3.19 ના રોજ વડવાળા મંદિરની મુલાકાત લીધી જયા મંદિરમા બાલગોપાલ સાથે બે કલાક સુધી આનંદ પ્રમોદ કરી મંદિરના મહંતશ્રી રામબાલકદાસજી સાથે ચર્ચા કરતા જણાવ્યુ હતુકે ભારતીય પરંપરા વિશે જાણી અમો ખુશી અનુભવીએ છીએ કે જે દેશમા હજી પણ ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યે પોતાના બાળકો સમર્પણ કરવાની ભાવના રહેલી છે.
તેના જ કારણે આ દેશ કયારેય નાસીપાસ થતો નથી રાષ્ટ્ર ની રક્ષા કાજે હસતા મોઢે પોતાના બાળકોને આર્મીમા મોકલી રાષ્ટ્ભાવના અને ધર્મ ભાવના નિભાવતા સમર્પિત લોકો થકી અનોખી રાષ્ટ્ર અને ધર્મની અનોખી પરંપરા જોવા મળે છે મંદિર ની શિલ્પી કોતરણી અદભુત વાતાવરણ અને ગૌશાળામા ગૌ માતા નો ઉછેર અને તેની માવજત કરતા ગોપાલકોને જોઇ ચકિત થયા હતા નાની ઉમરમા દેવસ્થાનકમા લાલન પાલન કરી ઉચ્ચ સંસ્કાર અને શૈક્ષણીક અને ધર્મના અભ્યાસ શિખવતા કોઠારી સુંદરદાસજી સહીત સંતો દ્રારા હાલ 25 જેટલા બાળકો સાથે વિતાવેલ પળો અને મહંતશ્રીના આશિર્વચન મેળવી કપલે ધન્યતા અનુભવી હતી.