સરપંચ પરિષદ ગુજરાતની મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને પંચાયત સચિવોને આપેલી રજુઆતોનો ઉકેલ ન થતાં સરપંચો આકરા મુડમાં : ચેરમેન જુવાનસંગ ડોડીયા
ગુજરાત રાજયના અઢાર હજાર જેટલા સરપંચોને કામગીરી કરવામાં પડતી મુશ્કેલીને સાથે બેસીને હલ કરવાના પ્રયત્નોના ભાગરૂપે તા . ૭ – ૧ – ૧૯ ના રોજ સમયફાળવવા અને ૧૫ – ૧ – ૧૯ નારોજ ૩૦ મુદ્દાની નીચે મુજબ માંગણી તેમજ તા. ૨૬ – ૨ – ૧૯ ના રોજ સ્મૃતિપત્ર રૂપેનીચે મુજબની માગણીઓ ઈન્વર્ડ કરાવેલ હોય પરંતુ આજદિન સુધી સમય ફાળવેલ નથી કે ૩૦ મુદા અંગે કોઈ નિર્ણય લેવાયેલ નથી જેથી સરકારને કે સરકારના તંત્રને જગાડવા માટે આ માર્ચ મહિનામાં જ સરપંચો, માજી સરપંચો અને ઉપસરપંચોની હાજરીમાં ‘રાજય ચિંતન શિબીર’ નું આયોજન કરવામાં આવેલ હોય અને જેમાં સરકારની કૂટનીતિનો ભોગ બનનાર અંદાજે ૨૦ હજારથી વધુ ગ્રામ્ય પ્રતિનિધિઓ હાજર રહી સરપંચોની માંગણી સમાનનીચેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા રણનીતિ ઘડી કાઢશે.
સરપંચને જાહેર સેવકનું ઓળખપત્ર આપવું. સરપંચને ટોલટેકસમાંથી મુકિત આપવી . સરપંચન લોકપ્રતિનિધિ અધિનિયમમાં સમાવેશ કરવો . – ગ્રામ પંચાયતોમાં પંચાયત ઓફીસ – લાઈટ – પાણી, પટાવાળા અને શૌચાલયની સુવિધા પુરી પાડવી. – ગ્રામ પંચાયતનું લાઈટબીલ સરકાર માફ કરે અથવા અલગથી ગ્રાંટ ફાળવણી કરવી . – સરપંચોના અધિકારમાંથી જે કામ તલાટી મંત્રીને આપેલા તે અધિકાર પાછા આપવા. – જિલ્લા કે તાલુકા કક્ષાએ સી. એમ. કે પી. એમ . અને રાષ્ટ્રીય નેતાની સભા કે મીટીંગ માં સરપંચો માટે આગળના ભાગે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવે. – ગ્રામ પંચાયતનું સર્વે કરી વિકાસથી વંચીત કામો તથા પ્લાન બનાવી તે મુજબ કોમો મંજુર કરવા અને તે કામો માટે પુરતું ફંડ ફાળવવું . ગ્રામ પંચાયતના સભ્યો સરપંચને સુપરસીડ ન કરી શકે તે માટે પહેલાની જેમ ગ્રામ સભામાં નિર્ણયો લેવામાં આવે જે માટે પંચાયતધારામાં ફેરફાર કરવો.
સરપંચોને માસીક રૂા . ૨૫૦૦૦ / – માનદ વેતન આપવું અને તેની જોગવાઈ આગામી બજેટમાં કરવી . – સરપંચો કોઈપણ કામ સબબ જિલ્લા કે તાલુકાના અધિકારી કે પદાધિકારીને સીધા મળી શકે તેવી પ્રાયોરીટી આપવી . – સરકારી કર્મચારીઓને જે દરે સરકારી આરામગૃહ , પથીકાશ્રમ , વિશ્રામગૃહ કે સર્કીટ હાઉસમાં રહેઠાણના દર નકકી કરેલ છે તે દરે સરપંચના કાર્ડ ઉપર ઉતારો આપવો . – સરપંચોને મળવાપાત્ર વસ્તીના ધોરણે ગ્રાંટમાધી ૧૦ % મુજબનું કટીજન્સી માનદ વેતન મળે તેવી જોગવાઈ કરવી . નાણાં પંચના કામોમાં પારદર્શક વહીવટ થાય તેવા હેતુસર ૧૦ , ૦૦૦ ( દસ હજાર ) ની વસ્તીદીઠ એક ટેકનીકલ કર્મચારીની નિમણુંક કરવી.
નવી જમીન માપણીમાંઅનેક ક્ષતિ હોય તેને રદ કરી સરપંચોની હાજરીમાં નવી માપણી કરાવવી . સરપંચોને ખોટી રાજકીય કનડગતથી દૂર રાખી સહકાર અને સુમેળભર્યો વ્યવહાર કરવો . – સરપંચની આર્થીક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી આર્થીક પછાત સરપંચો માટે અલગ વિભાગ દ્વારા સહાયલોનનું પેકેજ બનાવવું .ગ્રામ્ય વિસ્તારમાં પગાર થતાં કર્મચારીઓના હેડ કવાર્ટર ગ્રામ્ય વિસ્તારમાં રાખવા જેથી ૯૦ % પ્રશ્નો અને કામો સરળ બની શકે . – પંચાયત ફાઈનાન્સ બોર્ડ બનાવી જિલ્લા – તાલુકા અને ગ્રામ પંચાયતો માટે વિકાસના દ્વારા ખોલવા.એટીવીટી કે તાલુકા – જિલ્લાની ફાળવવાની ગ્રાન્ટોના આયોજનમાં સરપંચ પ્રતિનિધિનિ નિમણુંક કરવી .ભાવાંતર યોજના અન્વયે ખેત પેદાશોની ટેકાના ભાવે વેચાણ માટે ગ્રામ પંચાયતમાં જ ઓનલાઈન રીજસ્ટ્રેશન કરાવી ખેડુત ખાતેદારોનો અમૂલ્ય સમય બચાવી બોગસ ખાતેદારોના નામે થતા ખોટા વેચાણ અટકાવવા . – જિલ્લા અધિકારીઓ સરપંચો સાથે કાગળ પર કામ લેવાને બદલે સંગઠનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા િવચારણાથી પ્રશ્નો ઉકેલવા પ્લેટફોર્મ બનાવવું . સરપંચ દ્વારા આપવામાં આવેલ આવકના દાખલાનેઈન્કમુ , રહેવાસીના દાખલાને રેસીડેન્ટપુલ શણવા તાત્કાલીક પરીપત્ર કરી ટી . ડી . નો . અને મામલતદારનો કીમતી સમય બચાવવો . – એટીવીટી યોજનામાં ગ્રામ પંચાયતોમાં સી . સી . ટી . વી . કેમેરા અને કર્મચારીઓની હાજરી મશીન ફીટ કરવાની ખાસ સંગ્રતા આપવી . – – માર્ગ – મકાન અને પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ હરકના પ્રોમ્ય વિસ્તારના કોઈપણ કામોમાં સરપંચોને પ્રતિનિધિત્વ આપવું અને એજન્સી જે તે ગ્રામ પંચાયતને ગણવી . – – ગ્રામ પંચાયતોને જી . એસ . ટી . માંથી મુકિત આપવી . શક્ષ ગ્રામ પંચાયતમાં લાઈટ માટે હેલ્પર , પાણી માટે વાલ્વમેન , ગ્રામ સફાઈ માટે સફાઈ કામદાર , સ્વાગત માટે પટાવાળાઓ લઘુતમવેતનથી નિમણુંક આપવી કે આઉટસોર્સથી ભરતી કરવી . – ગ્રામ્ય વિસ્તારમાં પગાર ઘતા સરકારી , અર્ધસરકારી , સંસ્થાકીય કે ખાનગી કંપનીના કર્મચારીઓના પગાર પરનો પ્રોફેશનલ ટેક્ષ કાપી જે તે ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં જમાં કરવામાં આવે . – તાલુકા અને જિલ્લા ફરીયાદ સંકલન સમિતિ અને શાંતિ સમિતિમાં સરપંચ પ્રતિનિધિના બે સભ્યોનો સમાવેશ કરવો . તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કચેરીમાં સરપંચો માટે ટેબલ , ખુરશી , પાણી અને શૌચાલયની સુવિધાવાળા અલગ બેઠકરૂમની ફાળવણી કરવી.