વિશ્વ મહિલા દિન નિમિતે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટમાં જિલ્લા પંચાયત ચોક ખાતે સન્માન સમારોહ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જે.સી.પી. સિધ્ધાર્થ ખત્રી અને મેયર બીનાબેન આચાર્યે મહિલા દિવસને સંબોધ્યો હતો. ત્યારબાદ રેલીનું આગમન બીનાબેન આચાર્યના હસ્તે કરવામા આવ્યું હતુ આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્યે જે.સી.પી. સિધ્ધાર્થ ખત્રી સહિતના પોલીસ કર્મીઓએ હાજરી આપી હતુ.
આ તકે જે.સી.પી. સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું હતુ કે વિશ્વ મહિલા દિન નિમિતે મહિલાઓ કોઈપણ રીતે પુરૂષો કરતા પાછળ નથી તેઓ પુરૂષો સાથે ખંભો મીલાની આગળ વધે છે. મહિલાઓ પુરૂષો જેટલા જ શકિતશાળી છે આ કાર્યક્રમમાં મહિલા કોન્સ્ટેબલથી લઈને પીએસઆઈ ને સારી કામગીરી કરી હોય એને અમે બિરદાવ્યા હતા. અમારો હેતુ સમાજને એ બતાવવાનો છે કેહવે મહિલાઓ બીચારી કે અબળા નથી.તેઓ પણ સક્ષમ છે.
માત્ર એને તક આપવાની જરૂર છે. આ કાર્યક્રમમં સમાજને પણ એક સંદેશ છે કે તમે તમારી છોકરીઓને ભણાવો અમારી મહિલા પોલીસ સારૂ કાર્ય કરે છે. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન દ્વારા લીલી ઝંડી ઉંચી કરી રેલીનું આગમન કર્યું હતુ. હવેથી દર મહિને જે મહિલા પોલીસ સારૂ કાર્ય કરશે. એમને અમે બીરદાવશું તેમજ પોલીસ કમિશનરે જણાવ્યા મુજબ અમે રાજકોટવાસીઓની સુરક્ષા માટે મોબાઈલ એપ બનાવી રહ્યા છીએ જેમાં મહિલાઓ કોઈપણ જગ્યાએ ગઈ હોય અને ત્યાં ડર અનુભવતી હોય ત્યારે આ એપનું બટન દબાવાથી એપનું લોકેશન કંટ્રોલ રૂમમાં આવશે. અને જયાં જયાં તે જશે ત્યાં ત્યાં કંટ્રોલ રૂમમાં નિયમન થાય છે. અને કોઈ મુશ્કેલીમાં મુકાય તો એપની મદદથી એ અમારી હેલ્પ પણ લઈ શકે છે.