ખ્યાતનામ કલાકારો લોકગીતોની રમઝટ બોલાવશે ઝવેરચંદ મેધાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આયોજન
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની ૭રમી પુણ્યતિથિ ૯ માર્ચ ૨૦૧૯ ને શનિવાર રાત્રે ૯ કલાકે એમની કર્મ નિર્વાણભૂમિ બોટાદ (જુનું માર્કેટ યાર્ડ પાળીયાદ રોડ) ખાતે કસુંબીનો રંગ લોકડાયરાનું ભવ્ય આયોજન ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેધાણીના પૌત્ર પિનાકી નાનકભાઇ મેધાણી સ્થાપિત ઝવેરચંદ મેધાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયું છે. નવી પેઢી આપણા સાહિત્ય, સંગીત, સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત, પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી છેલ્લા નવ વર્ષથી સતત આયોજીત થઇ રહેલ આ પ્રેરક કાર્યક્રમમાં લોકગાયક અભેસિંહ રાઠોડ, લલીતાબેન ઘોડાદ્રા અને રાધાબેન વ્યાસ ઝવેરચંદ મેધાણી રચિત સંપાદિત ગીતો લોકગીતો ભજનોની રમઝટ બોલાવશે. લોકસાહિત્યકાર હાસ્યકાર હરિસિંહ સોલંકી ઝવેરચંદ મેધાણીના જીવન કવન વિશે રસપ્રદ વાતો કહેશે જાણીતા સંગીતકાર અને ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન છે.
ગુજરાતના સાહિત્ય, સંસ્કૃતિ, પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઝવેરચંદ મેધાણીને ૭રમી પુણ્યતિથિ અવસરે ભાવાંજલી અર્પણ કરી છે. તથા કસુંબીનો રંગ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવતો લાગણીસભર પત્ર પિનાકી મેધાણીને લખ્યો છે.
કસુંબીનો રંગ કાર્યક્રમને માણવા સહુ રસિકજનોને પિનાકી મેધાણી મો. નં. ૯૮૨૫૦ ૨૧૨૭૯ એ અનુરોધ કયો છે. વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ આ ભાવાંજલી કાર્યક્રમને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઇન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબ કાસ્ટ)www.eevents.tv/menghaniપર થશે.