સંસ્થાનના અધ્યક્ષ ગોસ્વામી પરાગ કુમારજી મહોદયના ૩૪માં પ્રાગટ્ય દિવસના ઉપલક્ષે આયોજિત હોરી રસીયાના કાર્યક્રમને મનભરીને માણતા વૈષ્ણવો
ક્રિષ્ના પાર્ક રીસોર્ટ ખાતે સર્વોતમ સેવા સંસ્થાન દ્વારા અઘ્યક્ષ ગોસ્વામી પરાગકુમારજી મહોદયના ૩૪માં ઉપલક્ષમાં હોરી ફુલ ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ ઉ૫સ્થિત રહીને હોરી રસીયાના આ કાર્યક્રમને માણ્યો હતો.
આ તકે વધાઇ કિર્તન, વચનામૃત, કેશરી સ્નાન, પ્રસાદ અનુગ્રહણ, સર્વોત્તમ પાઠશાળાના બાળકોની કૃતિઓ અને હોરી રસીયાનો કાર્યક્રમ યોજાયો હતો.
નીતીનભાઇ દેપાણીએ જણાવ્યું કે સર્વેત્તમ સેવા સંસ્થાના અઘ્યક્ષ પરાગકુમાર મહોદય જેનો મુખ્ય હેતુ સમાજ સેવા ગૌ સેવા અને પુષ્ટિ માર્ગની સેવા છે. આ ત્રણેય હેતુ સિઘ્ધ કરવા તેઓએ આ સર્વોત્તમ સેવા સંસ્થાની સ્થાપના કરેલી છે. આ સંસ્થાની શાખાઓ મોરબી, માણાવદર, રાજકોટની અંદર ભવ્ય પ્રોગ્રામો થતા હોય છે. એમાં ખાસ હેલ્થ કેરની અંદર રાજકોટની ઘણી બધી હોસ્ટિપલો સાથે ટાઇય કરેલ છે. અને જે સર્વેત્તમ સેવા સંસ્થાના સભ્યો બને છે એમને પ ટકા થી ૨૫ ટકા સુધીની ડીસ્કાઉન્ટ આપે છે.
પૃષ્ટિમાર્ગનો પ્રચાર કરવા માટે પરાગકુમારે આ સંસ્થાની સ્થાપના કરેલી છે. જેનો મુખ્ય અઘ્યક્ષ ગોપેશકુમાર મહારાજ છે. આ બન્ને બાળકોએ સામાજીક પૃષ્ટિમાર્ગીય અને ગૌ સેવા માટે થઇને જ આ સંસ્થાની સ્થાપન કરેલી છે.
સુરેશભાઇ એ કણસાગરએ જણાવ્યું કે ફુલ ફાગ મહોત્સવ વર્ષની અંદર ૪૦ દિવસનો હોય છે વસંત પંચમીથી લઇને ધુળેટી સુધીના આ ફુલ ફાગ મહોત્સવનું ખુબ મહત્વ છે. આ દિવસો દરમ્યાન જયાં પણ ફુલ ફાગ રસીયાનું આયોજન વલ્લભકુળના સાનિઘ્યમાં થતું હોય છે ત્યાં જ વ્રજમાં જે આનંદ મળે છે ક્રિષ્નાના સાનિઘ્યમાં ગોપ-ગોપીઓ જે આનંદ
લીધો હતો એ જ આનંદ આ દિવસોમાં મળે છે આ મહોત્સવમાં વૈષ્ણવો ગોપ-ગોપી બનીને આનંદ લેતા હોય છે.
વ્રજદાસભાઇ લાઠીયાએ જણાવ્યું હતું કે વલ્લભકુળના આંગણે હજારોની સંખ્યામાં વલ્લભી સૃષ્ટિ વૈષ્ણવોનો બહોળો જનસમુહો હોય અને પૃષ્ટિમાર્ગીય સંપ્રદાયની અંદર જગદગુરુ વલ્લભાચાર્ય ની પરંપરાગત આ પુષ્ટિ પ્રણાલીની અંદર જગદગુરુ વલ્લભાધિશે જે ઠાકોરજીને લાડ લડાવાની પ્રણાલી કરી છે. તેમાં ખાસ કરીને ગુરુ-શિષ્ય અને પ્રભુ અને દાસ જેવા સાખ્ય અને નવધા ભકિત બતાવી છે જેમાં પ્રભુ અને ભકત બને સખા સ્વરુપણે રહે જે સખા પઘ્ધતિ કહેવાય છે.