લોકસભાની ચુંટણી નજીક આવતા રાફેલ મુદાને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે લઈ જવાયો હતો ત્યારે સુનાવણી વખતે દસ્તાવેજોની ચોરી થઈ હોવાને લઈ સરકારે યુ-ટર્ન લીધો છે. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે, વિરોધ પક્ષનો દાવો છે કે સંરક્ષણ મંત્રાલયમાંથી દસ્તાવેજો ચોરી થયા છે.
પરંતુ આ વાત તદન ખોટી છે જોકે બુધવારે સુનાવણી વખતે એવા અહેવાલ આવ્યા હતા કે સુપ્રીમ કોર્ટમાં વેણુગોપાલે દસ્તાવેજ ચોરી થયાની વાત કહી હતી ત્યારબાદ વેણુગોપાલે સ્પષ્ટતા કરી કે, સુપ્રીમ કોર્ટમાં તેમણે જે કંઈ કહ્યું તેનો અર્થ એવો ન હતો કે દસ્તાવેજની ચોરી થઈ છે.
પરંતુ અરજદારોએ મુળ દસ્તાવેજોની ફોટોકોપીનો ઉપયોગ કર્યો છે અને તે દસ્તાવેજો ખુબ જ ગોપનીય છે. જોકે સુપ્રીમ કોર્ટે અગાઉ પણ રાફેલ કેસમાં થયેલી તપાસ માટેની અરજી ફગાવી હતી અને આ આદેશને પુન:વિચારણા માટે રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે રાફેલ અંગે કેટલીક દલીલો ચાલી એમાં સરકાર અને વિપક્ષોએ પુન:વિચારણાની અરજી પણ કરી હતી પરંતુ રાફેલ મુદ્દાની ગોપનીયતા અંગે કેટલાક સવાલો ઉઠી રહ્યા છે.