પેટીએમ મોલ, પોલીસી બાજાર, ફ્રેશ વર્ક જેવા ઓનલાઈન માધ્યમોએ ખુબજ ઓછા સમયમાં અઢળક લોકચાહના મેળવી
સ્વીગી, ઝોમેટો, બાઈઝુસ જેવી કેટલીક કંપનીઓના સ્ટાર્ટઅપ બિઝનેશો સફળતાના શિખરે પહોંચ્યા છે. આ પ્રકારના બિઝનેશોને ખુબજ જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. આજે લોકો એટલા આળસુ બન્યા ત્યારે આ પ્રકારના સ્ટાર્ટઅપ બિઝનેશોએ સર્વિસની ઝડપ વધારી દેતા લોકોને બગાસુ ખાતા પતાસુ મળ્યા જેવો ઘાટ સર્જાયો છે.
લોકો ઘરે હોય કે બહાર ફરવા ગયા હોય, કોઈપણ સ્થળેથી મોબાઈલમાં એપ્લીકેશન મારફતે ૧૫ થી ૨૦ મિનિટમાં ફૂડ ડીલીવરી ઓપશનને વધુ પસંદ કરતા થયા છે. એ જ પ્રકારે ઓયો જેવી સર્વિસો હોટલ બુકિંગ તેમજ રહેવાની સરળ અને તાત્કાલીક સુવિધા અપાવતી સર્વિસ છે. આ પ્રકારે એજયુકેશન ટેકનોલોજીનું માધ્યમ પૂરું પાડતી કંપની બાઈઝુસ પણ તેટલી પ્રસિધ્ધ બની. આ ઉપરાંત ફ્રેસ વર્ક, ઉડાન અને પોલીસી બાજાર જેવા ટેકનો બિઝનેશો અઢળક વેપલો કરવામાં સફળતા મેળવી ચૂકયા છે.
આ નવ ભારતીય ટેકનોલોજી સ્ટાર્ટઅપ છે જે પોતાના વેપારને બીલીયન ડોલર સુધી પહોંચાડી ચૂકયા છે. છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ડિઝીટાઈઝેશન અને ટેકનોલોજી અંગે સભાનતા વધી છે. પોતાની આધુનિક ફૂડ ટેકનીક બિઝનેશ, સ્વીગીની શ‚આત શ્રીહર્ષા મજેઠી, નંદન રેડ્ડી, રાહુલ જૈમીનીએ શ‚આત કરી હતી. ત્યારે તેમનો આ બિઝનેશ ૩.૩ બિલીયન ડોલરે પહોંચ્યો છે. આ ઉપરાંત પેટીએમ મોલ, અલીબાબ અને સોફટ બેંક દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ૧.૯ બીલીયન ડોલરના બિઝનેશ પેટીએમ મોલને એમેઝોન અને વોલમાર્ટ સામે પણ જબ્બરદસ્ત ટકકર આપવામાં સક્ષમ બનાવાયું. એન્ટી ફાયનાન્સીયલ કંપની ટૂંક સમયમાં જ બમણો વેપલો કરવામાં સક્ષમ નિવડી છે.
૨૦૧૪માં રીતેષ અગ્રવાલે ઓયોની શરૂઆત કરી હતી. હોટલ બુકિંગની તમામ સમસ્યાઓનું ઓનલાઈન નિરાકરણ લાવતી આ કંપની ટુંક સમયમાં જ ઘણી પ્રસિધ્ધ મેળવી ચૂકી હતી. ૮૦૦ મીલીયન ડોલરનો ઓયો બિઝનેશ ખડકનાર રીતેષ અગ્રવાલે તેમાં દર વર્ષે ૫ મીલીયન ડોલર જેટલી કમાણી કરવાનો નિર્ણય લીધો હતો. આ જ પ્રકારે એજયુકેશન ટેકનોલોજીનું માધ્યમ પૂરું પાડતી કંપની બાઈઝુસ ૪૦ મીલીયન ડોલરની બિઝનેશ વર્થ ધરાવે છે. તો બી ટુ બી ઓનલાઈન માર્કેટ ઉડાન પણ સૌથી ઝડપી વિકસતુ બિઝનેશ બન્યું હતું. સ્વીગીની જેમ ઝોમેટોએ પણ ટૂંક સમયમાં લોકચાહના મેળવી.