ભારતીય ટીમના એક્ષફેકટર માટે રિષભ પંથને સુવર્ણ તક
રાંચી ખાતે ત્રીજો વન-ડે જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયો હતો તેમાં ભારતીય ટીમ ૨૮૧ રન બનાવી ઓલઆઉટ થઈ હતી. કહી શકાય કે, ભારતનો ૩૨ રને ઓસ્ટ્રેલિયા ટીમ સામે પરાજય થયો હતો. જેમાં ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીના ૧૨૩ રન પણ એળે ગયા હતા ત્યારે મેચ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલી દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય ઓપનીંગ જોડીએ ભાગીદારી નોંધાવી પડશે અને ટીમને સારી શરૂઆત પણ આપવી પડશે પરંતુ હાલ જે રીતે ભારતીય ટીમના ઓપનરો નિષ્ફળ જઈ રહ્યા છે ત્યારે તેમના માટે પણ નડુ ઓર ડાઈથ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે.
મહેન્દ્રસિંહ ધોની રાંચી મેચમાં નિષ્ફળ નિવડયા બાદ આગામી બાકી રહેલા બે વન-ડેમાં તે આરામ લેશે. જેથી ભારત ટીમના એક્ષફેકટર તરીકે માનવામાં આવી રહેલા રીષભ પંથને સ્થાન મળશે જે તેના માટે પણ ડુ ઓર ડાઈ જેવી સ્થિતિનો સામનો કરવો પડશે ત્યારે ભારતીય ઓપનર શિખર ધવન ઘણા મેચોમાં પોતાનું પ્રભુત્વ દેખાડી શકયો નથી ત્યારે જો આવનારી બે વન-ડેમાં તે પોતાનું પ્રદર્શન સારું નહીં દેખાડે તો શિખર ધવન જે શિખર ઉપર બેઠેલો છે તે કદાચ તળીયે પણ વયો જાય તો નવાઈ નહીં. મેચ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્લ્ડ કપ દ્વારા આ પ્રકારનું ઓપનરનું પ્રદર્શન યોગ્ય આ ગણી શકાય જેથી ઓપનીંગને મજબુત કરવા બંને ઓપનરોએ કડી મહેનત કરવી પડશે.
વધુમાં આવનારા બે વન-ડેમાં ટીમમાં જે બદલાવ જોવા મળશે અને જે ખેલાડીને તક આપવામાં આવશે તેના માટે છેલ્લા બે વન-ડે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. કારણકે જો જે ખેલાડીઓને બે વન-ડેમાં સ્થાન મળ્યું છે અને તે તેનું પ્રદર્શન જોરદાર રીતે કરશે તો આવનારા વર્લ્ડકપમાં કદાચ તેમનું સ્થાન ભારતીય ટીમમાં સુનિશ્ચીત થાય તો નવાઈ નહીં ત્યારે જોવાનું એ રહ્યું કે, ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પેઈટીયમ વન-ડે સીરીઝના છેલ્લા બે વન-ડેમાં કયાં બે ખેલાડીઓને તક મળે છે તેના પર હાલ પ્રશ્નાર્થ ચિહન કરેલો છે પરંતુ મહેન્દ્રસિંહ ધોનીના સ્થાન ઉપર રિષભ પંથ રમશે તે વાત પણ હાલ સુનિશ્ચીત થઈ રહેલી છે.