શહેરના ગોંડલ રોડ ઉપર આવેલ પ્લેનરી આર્કેડના અનેક થાપણદારોની કરોડોની જમા રાશી ઓળવી જઈ ભાગી જનાર તુલસી સોલંકી અને તેના પુત્ર મિહિર સોલંકીની જામીન અરજી રદ કરેલ. વકિલની બનાવટી સહી કરી લો કોલેજમાં પ્રમાણપત્ર રજુ કરનાર આરોપી સામે અનેક ગંભીર ગુનાઓ હોય તેઓને જામીન આપવા પાત્ર નથી.
આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, રાજકોટ શહેરમાં ગોંડલ રોડ ઉપર આવેલા પ્લેનરી આર્કેડમાં ઓફીસ તુલસી સોલંકી અને મિહિર સોલંકીએ અનેક લોકો પાસેથી કરોડો રૂપિયાની થાપણો મેળવી હતી. જે મુદલ કે વ્યાજ પરત ચુકવ્યા વિના ભાગી ગયેલા હતા.
આશરે ૩ વર્ષ બાદ તેઓને પોલીસે પકડી પાડતા તપાસ દરમ્યાન જાણવા મળેલું હતું કે, બંને પિતા-પુત્રએ લો કોલેજમાં પાસ થવા માટે વકિલની મનોહરસિંહ જાડેજાની ખોટી સહિઓવાળા ન્યાય અદાલતમાં દાખલ થયેલા ન હતા. આ રીતની હકિકત માલુમ પડતા વકિલ મનોહરસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બંનેની ધરપકડ કરેલ હતી. તપાસ દરમ્યાન બંને પિતા-પુત્રએ જામીન અરજી કરી હતી.
જામીન અરજીની સુનાવણી દરમ્યાન જિલ્લા સરકારી વકિલ એસ.કે.વોરાને રજુઆતમાં કરતા જણાવેલ હતું કે, આ બંને પિતા-પુત્ર સામે ચેક રીટર્ન થયાના અનેક કેસો દાખલ થયેલા છે. અનેક લોકોની કરોડો રૂપિયાની થાપણો ઓળવી જઈ બંને પિતા-પુત્ર રાજકોટ છોડી ભાગી ગયા છે.
આ ગુનાઓ ઉપરાંત આ બંને પિતા-પુત્રની ગુનાહિત માનસિકતા ફલીત થાય છે. જામીન ઉપર મુકત કરવાથી ફરી એક વખત ભાગી જવાની તક આપવા સમાન છે. તમામ રજુઆતોને ધ્યાનમાં લઈ અધિક સેશન્સ જજે તુલસી સોલંકી અને મિહીર સોલંકીની જામીન અરજી રદ કરેલ છે. આ કેસમાં જિલ્લા સરકારી વકિલ એસ.કે.વોરા રોકાયેલા હતા.