રાજયભરના ૩૭૪ એપીપીઓને પોસ્ટીંગ: રાજકોટ શહેર અને જિલ્લામાં ૧૩ મહિલા સહિત ૨૯ને નિમણુંક

રાજયભરની અદાલતોમાં લાંબા સમયથી ખાલી પડેલી એપીપીની જગ્યા ભરવા અંગે જીપીએસસી દ્વારા લેવાયેલી પરિક્ષામાં ઉતિર્ણીય થયેલા ૩૭૪ એડવોકેટને એપીપી તરીકે નિમણુંક આપવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ૧૩ મહિલા સહિત ૨૯ને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. રાજકોટ બાર એસોસિએશનના ૧૨ એડવોકટ પરિક્ષા પાસ કરી હોવાથી તેઓને મદદનીશ સરકારી વકીલ તરીકે નિમણુંક આપવામાં આવી છે.

રાજયના કાયદા વિભાગ દ્વારા એપીપી પરિક્ષામાં પાસ થયેલા ૩૭૪ અપાયેલી નિમણુંકમાં રાજકોટ શહેર અને જિલ્લાની અદાલતોમાં રાજકોટ દર્શનાબેન વસવેલીયા, હર્ષદ ટાંક, શિતલબેન જોષી, ધર્મિલાબેન જોષી, કેતુલકુમાર, સંતોષસિંહ રાઠોડ, જયોતી વ્યાસ, હરેશ ચૌધરી, કિરણબેન ગૌસ્વામી, દિનેશ કનાડા, રશ્મીગીરી ગોસાઇ, ખલીવાલા શિલાબેન, જસદણ ચેતનાબેન નાયક, મહંમદ સિરાજુદીન, ચૌધરી કશીલાબેન, પડધરી ડો.ગૌરાંગ ઠક્કર, કોટડા સાંગાણી પટેલ વિકાશ, ઉપલેટા જગદીશ ટાંક, લોધિકામાં બગથરીયા નિલેશકુમાર, ગરાસીયા જયેશ, ધોરાજી ધરા શ્રીમાળી, ચૌધરી સુભાષ, તુબંડા અલેચંદ, કોકણી સુરેશભાઇ, જેતપુર વડવી અનિતાબેન, વરસાણા મધુબેન, ખરાડી શર્મીલાબેન, વસાવા રેણુંકાબેન અને જામકંડોરણા પટેલ કલ્પનાબેનને પોસ્ટીંગ આપવામાં આવી છે. રાજકોટ બાર એસોસિશનના સભ્ય અને એપીપીની પરિક્ષા પાસ થયેલા ધ્રુવ કારીયા, શૈલેષ વનાળીયા, મોરબીયા દિપક, સમા ઇકબાલ, કારીયા કલાબેન, જોષી પૂજાબેન, કુલદીપસિંહ જાડેજા, સી.પી.જોષી, ચેતન ચૌહાણ, રમીઝ સિંધી, દિવ્યેશ ગાંધી અને કાશ્મીરાબેન પટેલ નિમણુંક આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.