ભૂદેવ સેવા સમિતિ મહિલા પાંખ દ્વારા ઉજવાશે વુમન્સ ડે: હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસ અને મોટીવેશનલ સ્પીકર જાનકી રાવલનું વકતવ્ય: અગ્રણી બહેનો ‘અબતક’ના આંગણે
ભૂદેવ સેવા સમિતિ દ્વારા કાલે વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ સિઘ્ધી હાંસલ કરનાર ૫૬ બ્રહ્મ મહિલાઓને સન્માનીત કરવાની સાથે સાથે કારકિર્દીમાંથી યુવતી અને મહિલાઓને પ્રેરણા મળે તેવા ઉમદવા હેતુ સાથે કાર્યક્રમનું હેમુગઢવી હોલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
બ્રહ્મ સમાજમાં સૌપ્રથમ વખત વિશ્ર્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ ક્ષેત્રે કાર્યરત અને સમાજમાં આગવું પ્રદાન આપેલ જેમાં શિક્ષણ ક્ષેત્રે, નાટય-કલા ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે, બિઝનેશ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ચાર્ટડ એકાઉન્ટન્ટ, પત્રકારત્વ ક્ષેત્રે, કાયદા ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, એનજીઓ ક્ષેત્રે, તથા બ્રહ્મ સમાજમાં સૌપ્રથમ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોમાં મેયર બીનાબેન આચાર્ય, અલ્કાબેન ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, બન્નાબેન જોષી, કાશ્મીરાબેન નથવાણી, લીનાબેન શુકલ, રક્ષાબેન ત્રિવેદી, પન્નાબેન પંડયા, કિર્તીબેન દવે ઉપસ્થિત પ્રોત્સાહિત કરશે.
કાલે હેમુગઢવી હોલ ખાતે બપોરે ૩ થી ૬ વાગ્યે યોજાશે. કાર્યક્રમમાં વકતા તરીકે ગુજરાતના સૌપ્રથમ મહિલા હાસ્ય કલાકાર ડો.અવનીબેન વ્યાસ તેમજ મોટીવેશનલ સ્પીકર જાનકીબેન રાવલ પોતાનું વકતવ્ય આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભૂદેવ સેવા સમિતિની મહિલા પાંખ ટીમના સભ્યો ભાર્ગવીબેન ભટ્ટ, કલ્પનાબેન લખલાણી, જાનકીબેન રાવલ, હિનાબેન રાવલ, ભાવનાબેન જોષી, માધવીબેન રાજયગુરુ અને રક્ષાબેન જોષીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.