વિશ્વ મહિલા દિને ૨૬ મહિલા આર્ટીસ્ટોના ચિત્રોનું એક્ઝિબિશન
વિશ્વ મહિલા દિન નિમિતે પંજાબના અમૃતસર ખાતે ૮ માર્ચથી ૧૨ માર્ચ સુધી ચિત્ર-ફોટો પ્રદર્શન યોજાશે. ભારતના ૪ રાજયોના ૨૬ મહિલા આર્ટીસ્ટો ભાગ લેશે. ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર અને યુપીના ૨૬ આર્ટીસ્ટોમાં ભાવનગરના ફોટોગ્રાફર પ્રિયાબા અજયસિંહ જાડેજા આ પ્રદર્શનમાં ભાગ લેશે. અન્ય મહિલાઓમાં આકર્શીસૈની, અવની શાહ, ભારતી લશ્કરી, ધરતી પટેલ, ગ્રીષ્મા કોઠારી, ગુરચરણ કૌર, હંસા પટેલ, ઈન્કેપ્રિત કૌર, કવલદિપ કૌર, કુમુદ દુધેજા, મીનાક્ષી પટેલ, નવનીત કૌર, નયના મેવાડા, નિરાલી રાણા, પ્રિયાબા જાડેજા, રચના કારિયા, રવિન્દેર ધીલ્લોન, રીઘ્ધી સિંગ, રીટા કોન્ટ્રાકટર, સપના શાહ, સરોજ શર્મા, સવિતા જયસ્વાલ, શીવજોત કૌર, ટીના શર્મા, વૈશાલી ભાવસાર વિગેરે ભાગ લેશે. આ પ્રદર્શન અમૃતસરની એસ.જી. ઠાકુરસીંગ આર્ટ ગેલેરીમાં યોજાશે. આ પ્રદર્શનનું આયોજન અતુલ પડીયા અને ગુરચરણ કૌર દ્વારા કરવામાં આવ્યું છે તેમ યાદીમાં જણાવાયું છે.