જીલ્લા શહેર અને તાલુકા ભાજપ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પૂર્વ પ્રમુખ રણુભા જાડેજાની સેવાકીય કાર્યને બિરદાવતા મુખ્યમંત્રી રૂપાણી
દેશના જ‚રીયાતમંદ લોકોને આરોગ્ય સુરક્ષા વિનામૂલ્યે ઓપરેશન સારવાર અને દવા મળી રહે અને તેમના પરિવાર ઉપર આર્થિક બોજ ન આવે તેવા શુભ આશયથી કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારતના કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે તેનો લાભ વધુને વધુ લોકોને મળે તે માટે ગુજરાતભરમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો કેમ્પો યોજી લોકોને સહાયરૂપ થઈ રહ્યા છે.
હાલની મોંઘી મેડિકલી સારવાર સામે ગરીબ અને સામાન્ય લોકોને આશીર્વાદરૂપ આવા કાર્ડ કાઢવા માટે અહીંના વોર્ડ નં.૩ના લોકો માટે શેઠ ટી.જે.કન્યા વિદ્યાલય ખાતે પૂર્વ નગરપતિ રાજપુત સમાજના પ્રમુખ અને આ વોર્ડના સદસ્ય ભાજપના પાયાના આગેવાન રણુભા જાડેજાના આશાપુરા ગ્રુપ દ્વારા ગઈકાલે કાર્ડ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જીલ્લા ભાજપના આગેવાનો જેન્તીભાઈ ઢોલ, ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા, પોરબંદર જીલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મોરી, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, ગોંડલના જયોતિરાદિત્યસિંહ જાડેજા, નગરપતિ રાણીબેન ચંદ્રવાડીયા, દાનભાઈ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઈ માકડીયા, સ્કુલ બોર્ડના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડીયા, યાર્ડના પ્રમુખ માધવજીભાઈ પટેલ, રણુભા જાડેજા, ભાવેશભાઈ સુવા, કનુભાઈ સુવા, જયેશભાઈ ત્રિવેદી, વિરલ કાલાવડીયા, જીજ્ઞેશ વ્યાસ, હરસુખભાઈ સોજીત્રા, જીજ્ઞેશ ડેર, અજય જાગાણી, પરબતભાઈ બારૈયા, સુશીલાબા જાડેજા, મંજુબેન માકડીયા સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો, નગરપાલિકાના સદસ્યો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા સ્કુલ બોર્ડના વાઈસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાના માર્ગદર્શન નીચે આશાપુરા ગ્રુપના સભ્યો આગેવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.