બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીને જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમેટ્યા હતા ત્યારે પ્રથમ અમદાવાદમાં વડાપ્રધાનએ ઉમિયાધામ ભવનનું ભૂમિપૂજન કર્યું હતું. ત્યારબાદ PM મોદી વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં તેમણે ગુજરાતની પ્રથમ મેટ્રોને લીલીઝંડી આપી હતી. અમદાવાદ ખાતે 6 કીમીના રૂટનું લોકાર્પણ કર્યું હતું. વસ્ત્રાલથી એપરલ પાર્ક વચ્ચે મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે.
અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેન દોડતી નજર આવી હતી. આ પ્રથમ રૂટમાં મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી દોડશે. તો મેટ્રો ટ્રેનમાં પ્રથમ 10 દિવસ સુધી ફ્રીમાં મુસાફરી કરી શકાશે.તેઓ ગુજરાતનો સૌથી મોટા એવા મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી છે.સામાન્ય જનતા માટે 6 માર્ચથી આ ટ્રેન ખુલ્લી મૂકવામા આવશે. પરંતુ અમદાવાદીઓ માટે સૌથી રોમાંચક માહિતી એ છે કે, 10 દિવસ સુધી અમદાવાદીઓ મેટ્રો ટ્રેનની મફત મુસાફરી કરી શકશે.
આ મેટ્રો ટ્રેન સવારે 10 વાગ્યાથી દોડશે. જેમાં પ્રથમ 2.5 કિમીનું 5 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે 2.5થી 7.5 કિમી માટે ટિકિટનો દર 10 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે વસ્ત્રાલથી થલતેજ સુધીનું મહત્તમ ભાડુ 25 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.