પાકિસ્તાન સામે ભારતે કરેલી સર્જીકલ સ્ટ્રેઈકની અસર ટૂંકા દિવસોમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલાના કોંગ્રેસના રાજકારણ માં જોવા મળે તેવા સમીકરણો તેઝ થઈ ગયા છે સાવરકુંડલા બેઠક પર કોંગ્રેસનો વિજય થયા બાદ સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત અમે તાલુકા પંચાયતના સદસ્યોમાં અસંતોષનો લાવરસ ભભૂકી રહ્યો છે તેના પરિણામે ટૂંકા દિવસોમાં સાવરકુંડલા તાલુકા પંચાયત કોંગ્રેસની ભાંગી પડે તેવા સમીકરણો સાકાર થઈ રહ્યા છે.

હાલ સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સપષ્ટ બહુમતી છે પણ પાંચ કોંગ્રેસી સદસ્યો ભાજપ નો ભગવો ખેસ ધારણ કરવાના ચોખટા ગોઠવાઈ ગયા છે અમરેલી જિલ્લા પંચાયતમાં હાલમાં હોદ્દો ધરાવતા કોંગ્રેસ સમિતિના ચેરમેન ની રાહબરી નીચે સાવરકુંડલા તાલુકા પંચાયત કોંગ્રેસના કબ્જા માંથી ભાજપની બનવાની ગતિવિધિ તેઝ થઈ ગઈ છે.

સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે ગ્રામ્ય કક્ષાના સ્થાનિક સ્વરાજ્ય તાલુકા પંચાયત ના સદસ્યોમાં ભારે રોષના કારણે એકાદ અઠવાડિયા માં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત ભંગાવાની શક્યતાઓ વધી છે તો સાવરકુંડલા તાલુકાની ૨૦ જેટલી ગ્રામ પંચાયતના સરપંચો પણ ભાજપનો ખેસ પહેરીને કોંગ્રેસનેરામ રામ કરવાના મૂડમાં છે તો સાવરકુંડલા તાલુકા ના કોંગ્રેસના અગ્રણીઓ પણ બંધ બારણે ભાજપ સાથે ગોઠવણ કરીને મોટો ધડાકો કરવામાં મૂડમાં આવી ગયા છે.

સાવરકુંડલા તાલુકા પંચાયતના  કોંગ્રેસના ૫ સભ્યોએ “સેટીંગ” કરીને ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી પહેલા સાવરકુંડલા તાલુકા પંચાયત ભાજપમાં વિલીનીકરણ થઈ રહ્યું છે ને નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢના કાંગરા ખરવાનો અધ્યાય આરંભ થઈ ગયો છે તેવું કોંગ્રેસના જિલ્લા પંચાયતની સમિતિના ચાલુ ચેરમેન પણ આગામી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભગવો ખેસ પહેરે તેવા સમીકરણો ગોઠવાઈ ગયા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.