ખુલ્લા કુવામાં પડી જવાથી ૨૧ સિંહોના મોત
સાવજોને સૌરાષ્ટ્રની શાન ગણવામાં આવે છે ત્યારે ગુજરાત ગીર ફોરેસ્ટના વિસાવદરની રેન્જમાં સાવજે ટેરેટરીની સર્વોપરીતા સાબીત કરવા બે સિંહ બાળનો ભોગ લીધો છે. જંગલના રાજા કહેવાતા સિંહે અન્ય સિંહ પરિવાર તેના વિસ્તારમાં આવતા પોતાની સર્વોપરીતા સાબીત કરવાના ભાગરૂપે અંદાજે ૫ મહિનાના સિંહ બાળનો ભોગ લીધો હોવાનું જૂનાગઢ વાઈલ્ડ લાઈફ સર્કલે અહેવાલમાં જણાવ્યું હતું.
આ પૂર્વે બે સિંહ, એક સિંહણ અને એક સિંહબાળનું મૃત્યુ થયું હોવાનું વન વિભાગે જણાવ્યું હતું. જેનું મારણ પણ એશીયાટીક સિંહોએ જ કર્યું હતું. ૨૦૧૫માં કરાયેલી ગણતરી મુજબ ગુજરાત ૫૨૩ સિંહોનું ઘર રહ્યું છે.ત્યારે તાજેતરમાં જ ગુજરાત સરકારે ૬૦૦ સિંહ હોવાનો આંકડો જાહેર કર્યો છે.ગુજરાત એસેમ્બલી સેશન દરમિયાન રાજય સરકારે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સાવજોના મૃત્યુની સંખ્યામાં સતત વધારો થયો છે.
તાજેતરમાં જ અમરેલીમાં સંખ્યાબંધ સાવજોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ ટ્રેન અકસ્માત અને કુંવામાં પડવાને કારણે સિંહો મૃત્યુ પામતા હોવાના અહેવાલો મળતા આવ્યા છે. જેમાં ખુલ્લા કુંવામાં પડી જવાને કારણે ૨૧ સિંહોએ જીવ ગુમાવ્યો.તાજેતરમાં જ કમલનાથે સાવજોને મહારાષ્ટ્રમાં લઈ જવાની વાત કરી હતી પરંતુ ગુજરાત સાવજોનું ઘર છે માટે તેને પુરતી સુરક્ષા પૂરી પાડવી સરકારની જવાબદારી છે.