કોડ ઓફ ક્રિમીનલ પ્રોસિઝરનો ભંગ પોલીસ દ્વારા અજાણતા થાય ત્યારે તેઓ ક્રિમીનલ ન ગણાય પણ નિયમભંગ કરનારને દંડ થાય
મહિલાઓની મર્યાદા જળવાય રહે તે માટે સુર્યાસ્ત પછી ધરપકડ સામે રોક લગાવતો કાયદો બનાવવામાં આવ્યો છે. જેના કારણે મહિલાની મર્યાદા જાળવવા ઉપરાંત મહિલાઓ દ્વારા કરવામાં આવતા ખોટા આક્ષેપનો પોલીસ સ્ટાફે સામનો કરવો ન પડે તે હેતુસર બનાવવામાં આવેલા કાયદાનો પોલીસ સ્ટાફ દ્વારા ભંગ કરવામાં આવે ત્યારે પોલીસ સ્ટાફે કાર્યવાહી થઇ શકે તેવો મહત્વનો હુકમ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
અમદાવાદની મહિલાની ઠગાઇના ગુનામાં પોલીસે સુર્યાસ્ત બાદ ધરપકડ કરતા મહિલાએ ધરપકડ કરનાર પોલીસ સામે કાર્યવાહી કરવા કોર્ટમાં દાદ માગવામાં આવી હતી. મહિલાની અરજીની સુનાવણી બાદ હાઇકોર્ટે મહિલાની તરફેણમાં હુકમ કરી સુર્યાસ્ત બાદ મહિલાની ધરપકડ કરનાર પોલીસને રૂ.૨૫૦૦નો દંડ ફટકાર્યો છે.
તા.૫-૧૧-૨૦૧૨ના રોજ વર્ષાબેન પટેલ નામની મહિલા અને તેમના પતિની પોલીસે મિલકત વિવાદના કેસમાં ધરપકડ કરી હતી. અને બંનેને સુર્યાસ્ત બાદ પણ પોલીસ મથકે રાખ્યા અંગેની વડોદરાની ચીફ કોર્ટમાં મહિલાએ કોર્ડ ઓફ ક્રિમીનલ પ્રોસિઝર સેકશન ૪૬-૪ હેઠળ ફરિયાદ કરી પોતાને પોલીસે રાત્રે ધરપકડ કર્યાનું જણાવ્યું હતું.
વડોદરાના પોલીસમેન સંઘાણીને અદાલત દ્વારા કડક ચેતવણી આપી આગામી સમયમાં ફરી ભુલ ન કરવા તાકીદ કરી હતી. વડોદરા પોલીસની જેમ રાજકોટ પોલીસે પણ મહિલાઓની રાતે ધરપકડ કરી હતી ત્યારે પણ પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.ગુજરાત હાઇકોર્ટે મહિલાની રાતે ધરપકડ સામે ચુકાદો આપી સંઘાણીને ક્રિમીનલ ગણી ન શકાય તેઓએ નિયમભંગ કર્યો છે.
પોલીસ સ્ટાફ ઘણી કામગીરીમાંવ્યસ્ત હોય ત્યારે તેઓ કેસના નિકાલ માટે મહિલાની ધરપકડ કરે ત્યારે સુર્યાસ્ત થઇ જતો હોય અને સમય મર્યાદામાં કાર્યવાહી પુરી ન થઇ શકે ત્યારે તેઓ ક્રિમીનલ ગણીને તકસીરવાન ઠેરવવા યોગ્ય નથી પણ તેઓએ નિયમ ભંગ કર્યો હોવાથી પોલીસને દંડ કરવાથી ફરી ભુલ ન કરે અને પોતાની કાર્યવાહીમાં સજાગ રહે તે પણ જ‚રી હોવાનું અદાલત દ્વારા ઠેરવવામાં આવ્યું છે.