ફીની વ્યવસ્થા કરવા માટે કેદીઓની જામીનની મુદ્દત વધારવા માંગ

૫મી જૂની શાળાઓનું નવું સત્ર શરૂ વાનું છે, ત્યારે જેલના અનેક કેદીઓ તેમના બાળકોની શાળાની ફી માટે નાણાંની વ્યવસ કરવા માટે હાઇકોર્ટ સમક્ષ જામીન અવા પેરોલ અરજી કરીને તેમને મુક્ત કરવાની માંગ કરી રહ્યા હોવાના કિસ્સાઓમાં પણ વધારો યો છે. કેટલાક કેદીઓ જેલમાંી સીધા અરજી કરે છે અને કેટલાકની અરજીઓ કુટુંબના સભ્યો મારફતે હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી રહી છે. દર વર્ષે ઉનાળાના વેકેશનમાં હાઇકોર્ટ સમક્ષ આવી અનેક અરજીઓ તી હોય છે અને તેનો કાયદા અને તથ્યોના આધારે નિર્ણય લઇ નિકાલ પણ કરવામાં આવે છે.

અરજદાર અરૂણ પટેલ ધારા-૩૦૨માં હત્યાના ગૂનાની સજા ભોગવી રહ્યો છે. તેણે હાઇકોર્ટ સમક્ષ પેરોલ પર મુક્ત કરવાની માગ કરી છે. જેમાં જણાવ્યું છે કે તેના બાળકની શાળાની ફીની ચુકવણી માટે નાણાંની વ્યવસ કરવાની હોઇ તેને પેરોલ આપવામાં આવે. અરૂણ અત્યાર સુધીમાં નવ મહિનાી વધુની સજા ભોગવી ચુક્યો છે અને તેનો જેલ રેકોર્ડ અને ક્ધડક્ટ પણ સારી હોવાનું સામે જેલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. હાઇકોર્ટે તથ્યોને ધ્યાનમાં લઇ તેને ચાર દિવસના પેરોલ પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.

અરજદાર અનીરૂદ્ધ સિંહે હંગામી જામીન મેળવવા માટે હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી. તેની રજૂઆત હતી કે, તેની દીકરીના અભ્યાસ માટે નાણાંની વ્યવસ કરવા ઉપરાંત તેના દીકરીની સારવારના ખર્ચની વ્યવસ કરવા માટે તેને જામીન પર મુક્ત કરવામાં આવે. તેણે મેડિકલ પેપર્સ પણ કોર્ટ સમક્ષ પ્રસ્તુત કર્યા હતા. કેસની હકીકતોના આધારે કોર્ટે તેને ચાર દિવસની જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો અને સો જ રૂ. પાંચ હજારના પર્સનલ બોન્ડ જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે જેમાં અરજદાર તેમને આપવામાં આવેલી મુક્તિને લંબાવવાની દાદ માંગતા હોય છે. આવા જ એક કેસમાં અરજદાર ગોવિંદભાઇએ પણ તેમની જામીનની મુદત લંબાવવાની અરજી કરી હતી. તેમણે રિટમાં જણાવ્યું હતું કે તેમનો દીકરો બીબીએનો અભ્યાસ કરી રહ્યો છે અને તે સેમેસ્ટર-૬ની ફી ભરવા માટે નાણાની વ્યવસ કરવાની હોવાી તેની હંગામી જામીનની મુદત લંબાવી આપવામાં આવે. જેમાં હાઇકોર્ટે અરજી અંશત: ગ્રાહ્ય રાખી હતી અને જામીન ત્રણ દિવસ માટે લંબાવી આપ્યા હતા.

હાઇકોર્ટમાં હાલ વેકેશન બેચમાં તી જામીન અને પેરોલની અરજીઓમાં વિવિધ કારણો દર્શાવીને કેદીઓ મુક્ત વા માંગ કરે છે. જેમાં બાળકોના અભ્યાસ માટે નાણાંની વ્યવસ ઉપરાંત લગ્નો, સગપણ, મરણ પ્રસંગ કે બાળકની બાબરી જેવા કારણો દર્શાવીને પણ કેદીઓ પેરોલ કે જામીન અરજી કરતા હોય છે. તમામ નામો બદલ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.