ત્રણ મળતિયાઓ સાથે મળી ફાયરીંગનું તરકટ રચ્યું
મોરબીના મહેન્દ્રનગર ગામે ગત માસમાં તા. ૧૨/૨/૨૦૧૯ના રોજ થયેલા ફાયરીંગના બનાવ અંગે એલસીબી ટીમે ઝીણવટભરી તપાસ હાથ હતી જેમાં ગૌરક્ષક દ્વારા ફાયરીંગનું તરકટ રચવામાં આવ્યું હતું જેનો એલસીબી ટીમે પર્દાફાશ કરીને ગૌરક્ષક અને તેના ત્રણ મળતિયાઓને દબોચી લીધા છે
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૨-૦૨ -૨૦૧૯ ના રોજ ફરિયાદી દિનેશ રામજીભાઈ લોરિયા રહે મહેન્દ્રનગર વાળા પર મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ નિરાધાર ગૌશાળાના મેઈન ગેટ પાસે પોતાની સ્કોર્પીઓ કારમાં બેઠા હતા ત્યારે ડબલ સવારી મોટરસાયકલમાં અજાણ્યા ઇસમોએ કાર પર ચારેક રાઉન્ડ ફાયરીંગ કરી નાસી ગયા હતા
જે મામલે જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમે તપાસ ચલાવી હતી અને ફરિયાદીએ ઉપજાવી કાઢેલ ફરિયાદ હોય જેથી સઘન પૂછપરછ કરતા ફરિયાદી દિનેશ લોરિયા અને સાહેદ અશ્વિનભાઈ પરમાર રહે મોરબી વાળાએ જશાપર વાંઢ તા. ભચાઉ જી ભુજ ખાતે ર્હેલતા ઈબ્રાહીમ ઈસ્માઈલ તરાયા, સિકંદર ઈસ્માઈલ તરાયા, અબ્દુલ ઓસમાણ તરાયા સાથે મળી ગૌ શાળાની જમીન બચાવવા જશાપર વાંઢ ગામના ઈસમોની મદદગારી લઈને ફાયરીંગ કરી બનાવને ખોટી રીતે અંજામ આપેલ હોય જે દેશી હાથ બનાવટનો કટ્ટો કીમત રૂ ૨૦૦૦ નો કબજે કરી વધુ તપાસ ચલાવી છે