‘સોને પે સુહાગા’
જસ્ટીસ એ.કે.સિકરી, એસ.અબ્દુલ નઝીર અને એમ.આર.શાહની બેંચ દ્વારા લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય
મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ૬ લોકોને મૃત્યુદંડની સજામાંથી છુટકારો આપવામાં આવ્યો હતો જેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી ૨૦૦૩ના અનેકવિધ કેસોમાં જેમાં ડકેટી, ગેંગરેપ અને મર્ડર સહિતના અન્ય કેસોમાં ત્યારે સુપ્રીમ કોર્ટની જસ્ટીસ બેંચ જેમાં એ.કે.સિકરી, એસ.અબ્દુલ નઝીર અને એમ.આર.શાહ દ્વારા મહારાષ્ટ્ર સરકારને તે તમામ આરોપીઓને રૂ.૫ લાખ ૪ અઠવાડિયામાં આપવાનો આદેશ કર્યો છે.
આ તમામ આરોપીઓની ઉંમર ૨૫ થી ૩૦ વર્ષ વચ્ચેની છે અને તેમના દ્વારા પોતાના જીવનના મહત્વપૂર્ણ વર્ષો તેઓએ જેલમાં કાઢયા હોવાના કારણે તેમના પરીવારજનોને પણ અનેકવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડયો હતો ત્યારે આર્ટીકલ-૧૪૨ અનુસાર સુપ્રીમ કોર્ટ દ્વારા મહારાષ્ટ્રીયન સરકારને ૫ લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
મુખ્યત્વે બોમ્બે હાઈકોર્ટ દ્વારા ૩ આરોપીઓને મૃત્યુ દંડની સજા સંભળાવવામાં આવી હતી જયારે અન્ય ૩ને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. ત્યારબાદ જે મુખ્યત્વે ૩ આરોપીઓને મૃત્યુદંડની સજા ફટકારાઈ ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટના શરણે આવી પહોંચ્યા હતા જયાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેઓને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. એપ્રિલ,૩૦ ૨૦૦૯ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આ તમામ ૬ આરોપીઓ કે જેઓ ડકેટી, ગેંગરેપ, મર્ડર જેવા કેસમાં સંડોવાયેલા હતા તેઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી.
પરંતુ હાલ જે આરોપીઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા તેઓને મૃત્યુદંડમાંથી છુટકારો મળી રહે અને તેમના પરિવારને રૂ.૫ લાખનું વળતર ચુકવાય તે હેતુસર કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણકે તમામ ૬ આરોપીઓ ખુબ જ નિમ્ન જ્ઞાતિ અને મજુર વર્ગના હોવાના કારણે તેમના પરિવારને અનેકવિધ પ્રકારની સમસ્યાઓ વેઠવી પડતી હતી.