નવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં બેરેકમાં છૂપાઈને ફોન પર વાત કરતો કેદી ઝડપાયો છે. સીસીટીવી કન્ટ્રોલ રૂમના પોલીસકર્મી કેદીને ફોન પર વાત કરતા સીસીટીવીમાં જોઈ જતાં જેલ સત્તાધીશોએ કેદી સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
લગભગ દર મહિને જેલમાંથી મોબાઈલ ફોન મળી આવવાની ઘટના રાણીપ પોલીસના ચોપડે નોંધાતી હોય છે. આવી જ એક ફરીયાદ ગઈકાલે આવી છે. જેમાં સીસીટીવીને આધારે વાત કરતા એક કાચા કામના કેદીને ઝડપી લેવાયો છે. સતાવાળાઓએ રાણીપ પોલીસ સ્ટેશનમાં કેદી વિરૂધ્ધ પ્રતિબંધિત હોવા છતાં મોબાઈલ ફોન રાખી વપરાશ કરવા બદલ ફરીયાદ નોંધાવી છે.