ગ્લોબલ વોર્મિંગ કે હવામાનમાં ફેરફાર
જમ્મુ–કાશ્મીર, પંજાબ, ઉતરાખંડ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ
શિયાળુ માસમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં છેલ્લા બે દાયકા બાદનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ૫૪.૧ એમ.એમ.નો વરસાદ ૨૦૧૯માં નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આ માહિતીની પણ પૃષ્ટિ કરવામાં આવી હતી. ૧૯૯૬ની સાલમાં બે મહિના દરમિયાન ૫૦ એમ.એમ વરસાદ નોંધાયો હતો.
જેમાં ૨૦૧૩માં ૫૪.૧ એમ.એમ. અને ૨૦૦૫માં ૮૯.૨ એમએમનો વરસાદ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે વાત કરવામાં આવે તો બે માસના સંયુકત આંકડા પર તો બે માસમાં વરસાદ ૧૫.૬ એમ.એમ નોંધાયો હતો જે સૌથી ઓછો વરસાદ હોવાનું પણ માનવામાં આવે છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉતરાખંડ, સૌરાષ્ટ્ર-કચ્છ, તેલંગણા અને દક્ષિણ કર્ણાટક વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.
સિનિયર સાયન્ટીસ્ટ એ.કે.શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે પ્રશ્નએ પણ ઉદભવિત થાય છે કે આના પાછળ શું ગ્લોબલ વોર્મિંગ કે હવામાનમાં ફેરફાર?