૧૧ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે: ૮૦થી વધુ ગૃહ ઉપયોગી વસ્તુઓનો કરિયાવર અપાશે

ધરતી ઉપર મનુષ્ય‚પે જન્મ મેળવનાર દરેક મનુષ્ય પોતાના જીવન દરમ્યાન સોળ સંસ્કારોથી અલંકીત થાય છે જેમાનો સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર એક દિકરીના બાપ માટે ચિંતારૂપ હોય છે ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના સામાજીક, સદાચાર સંદેશને સાકાર કરવા વડતાલ પિઠાધીપતિ પ.પૂ.૧૦૦૮ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા પ.પૂ.૧૦૮ ભાવિઆચાર્ય નૃગેન્દ્રપ્રસદાજી મહારાજના રૂડા આશીર્વાદથી તથા પ.પૂ.લાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજના માર્ગદર્શન પ્રમાણે અખિલ ભારતીય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ રાજકોટ દ્વારા બીજો ૧૧ દિકરીઓનો ભવ્ય વિવાહ સંસ્કાર મહોત્સવનું આયોજન તા.૮/૩ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે.

જેને લઈ આગેવાનોએ અબતકની મુલાકાતમાં જણાવયું હતું કે, ઈવેન્ટા સેલીબ્રેશન પાર્ટી પ્લોટ, મવડી બાયપાસ, સર્વોદય સ્કુલની સામે, રાજકોટ ખાતે યોજાવનારા આ વિવાહ સંસ્કાર મહોત્સવમાં સોનાની વીંટી, બુટી, ચુક ચાંદીના મંગળસુત્ર, કંદોરા, સાકળા, ગાય, સિકકા, બેડ, કબાટ, ટીપોઈ સહિતની જીવન જ‚રીયાત ૮૦થી વધુ ગૃહ ઉપયોગી વસ્તુ આપવામાં આવશે.

આ વિવાહ સંસ્કાર મહોત્સવમાં પોતાના ઘર આંગણે શાહી લગ્નોત્સવ જેવા વાતાવરણમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતો દ્વારા રચિત વિવાહ સંસ્કારોની રમઝટ સાથે સોહામણા ડેકોરેશનમાં યોજાશે. સાથો સાથ રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વિવાહ સંસ્કાર મહોત્સવમાં વડતાલથી પ.પૂ.૧૦૮ ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ખાસ ઉપસ્થિત રહેશે. આ વિવાહ સંસ્કાર મહોત્સવનું લક્ષ્ય ટીવી ચેનલ દ્વારા વિશ્ર્વના ૫૨ દેશોમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

આ વિવાહ સંસ્કાર મહોતસવમાં સાંજે ૪ વાગ્યા ભવ્ય સામૈયા કરવામાં આવશે. ૬.૩૯ હસ્ત મેળાપ યોજાશે. ૭ થી ૯ દાતાઓનું સન્માન સમારોહ તથા સત્સંગસભા યોજાશે. આ વિવાહ સંસ્કાર મહોત્સવને સફળ બનાવવા વિશાલ પટેલ, મોહિત વઘાસીયા, ભગીરથ ખાચર, યોગેશ ઢાંકેચા, વિનય રામોલીયા, જીતેન જડીયા, અંકુર ડાભી, પૂર્વેશ ટીંબડીયા, ધર્મેશ ડોબરીયા, નૈમીષ તંતી, જયદિપ લીંબાસીયા, લાલો વોરા, દિવ્યેશ પાટડીયા, કિરણ ટાંક, આશીષ કાપડીયા સહિતના યુવક મંડળના સભ્યો તથા સ્વામિનારાયણ સત્સંગ સમાજના હરિભકતો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.