ચોક્કસ પ્રમાણમાં રોજગારીનું સર્જન કરવાની ખાતરી આપનાર કંપનીઓને શૂન્ય જીએસટી અથવા કોર્પોરેટ ટેક્સ હોલીડે જેવા પ્રોત્સાહનો આપી શકે છે સરકાર
દરિયાકાંઠે મલ્ટીનેશનલ કંપનીઓનું રોકાણ વધે અને રોજગારી સર્જાય તે હેતુથી કેન્દ્ર સરકાર ગુજરાતમાં કોસ્ટલ એમ્પ્લોયમેન્ટ ઝોન (સીઇઝેડ)ની સ્થાપના કરવા દરખાસ્ત મુકવાનું નક્કી કર્યુ છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિશાળ દરિયાકાંઠો હોવાના કારણે આ સીઇઝેડની સ્થાપનાથી વિકાસના કામોની હારમાળા સર્જાશે. સરકાર દરિયાકાંઠે વિદેશી કંપનીઓને આકર્ષવા માટે શૂન્ય જીએસટી અથવા કોર્પોરેટ ટેક્સ હોલીડે જેવા પ્રોત્સાહનો આપી શકે છે. હાલ આ મામલે માત્ર દરખાસ્ત મુકવામાં આવી છે. જે કંપનીઓ ૧૦ હજાર નોકરીઓ આપશે તેને સરકાર કર રાહતો આપશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર ચોક્કસ પ્રમાણમાં નોકરીનું સર્જન કરવાની ખાતરી આપતી કંપનીઓને પ્રોત્સાહન ઓફર કરશે. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા બે ઝોનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંરચના અને યુનિફાઇડ ઇન્ડસ્ટ્રિયલ ટેરિફ રેજિમ હેઠળ સમાન ધોરણે જાહેર રોકાણનો સમાવેશ ાય છે. આ હિલચાલ એવા સમયે ઈ રહી છે જ્યારે ઘણી મલ્ટિનેશનલ કંપનીઓ ચીન બહાર વિશ્વ સ્તરની માળખાકીય સગવડો ઉપરાંત સસ્તો કામદાર વર્ગ શોધી રહી છે. આ અંગે વડાપ્રધાનની કચેરી, નીતિ આયોગ, સરકારની પ્રીમિયર કિં ટેન્ક વચ્ચે આરંભિક ચર્ચા ઈ ગઈ છે. તેમાં કોસ્ટલ એમ્પ્લોયમેન્ટ ઝોન્સની રચના અંગે અહેવાલ તૈયાર કરવા જણાવાયું છે. અધિકારીએ ઓળખ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એશિયન ડેવલપમેન્ટ બેન્કની ઉચ્ચ સ્તરીય ટીમ આંધ્રપ્રદેશ અને ગુજરાતના બે સેઝ અંગે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરશે. એક રાજ્ય દેશના પૂર્વ કે પશ્ચિમ દરિયાકિનારાનું હોઈ શકે છે. અધિકારીએ જણાવ્યું હતું કે બે દરખાસ્તોની કર પ્રોત્સાહન માટે વિચારણા ઈ રહી છે, તેમાં દસ હજાર નોકરીનું સર્જન કરનારી કંપનીને કોર્પોરેટ નફામાં પાંચ વર્ષનો ટેક્સ હોલિડે આપવાની અવા તેના પર ત્રણ વર્ષ સુધીશૂન્ય જીએસટી લગાવવાની વાત છે. દસ હજારી વીસ હજાર નોકરીઓનું સર્જન કરનારી કંપનીને છ વર્ષ સુધી તેમાં મુક્તિ આપવાની દરખાસ્ત છે. અધિકારીના જણાવ્યા મુજબ કોર્પોરેટ ટેક્સ હોલિડેની તુલનાએ કંપનીઓને અપફ્રન્ટ ફાયદો વધારે શે, કારણ કે કોર્પોરેટ ટેક્સમાં તો કંપનીઓ નફાકારકતા જાળવ્યા પછી જ ભરતી કરશે.આ ફાયદા મળવાી એપેરલ, ફૂટવેર અને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ જેવા શ્રમલક્ષી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ આકર્ષવામાં મદદ મળશે. દસ હજાર નોકરીઓના સર્જનની ખાતરી પૂરી ન પાડી શકનારી કંપનીઓને આ પ્રકારનો કરફાયદો તો નહીં મળે, પરંતુ તેને સેઝને કારોબાર માટે સાનુકૂળ ઇકોસિસ્ટમનો ફાયદો મળશે જેનો શ્રમકાયદામાં સમાવેશ કરાયો છે.
વિદેશી ફંડને સરળતાથી લાવવા ૨૫ વર્ષ જુની ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી બોડી વિખેરાઇ..
વિદેશી મૂડીરોકાણો દેશમાં લઇ આવવા માટે વર્ષ ૧૯૯૧માં સરકારે મૂડીવાદી અને સમાજવાદી એમ બંને રીતે અનુકૂળ રહે તેવી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી બોડીનું નિર્માણ કર્યુ હતું. અલબત, હવે કેન્દ્ર સરકારે દેશમાં વિદેશી ફંડને સરળતાથી પ્રવેશ મળી શકે તે માટે આ રપ વર્ષ જુની બોડીને વિખેરી નાખી છે. હાલ ‚ા.પ૦૦૦ કરોડનું વિદેશી મૂડીરોકાણ સરકારની મંજૂરીની રાહમાં છે. હવે માત્ર ૧૧ જ એવા સેકટર છે જેમાં એફડીઆઇ માટે સરકારની પરવાનગી લેવી પડે. સરકારે મોટા ભાગના સેકટરોમાં વિદેશી મૂડી રોકાણ માટે લાલ જાજમ પાથરી છે. જુલાઇમાં કેન્દ્ર સરકારે સિંગલ બ્રાન્ડ રીટેઇલ, સીવીલ એવિએશન, એરપોર્ટ ફાર્માસ્યુટીકલ્સ, એનીમલ હસ્બન્ડરી અને ફૂડ પ્રોડક્ટસ સહિતના ક્ષેત્રમાં વિદેશી મૂડીરોકાણ બાબતે નિયમો હળવા કર્યા હતા. હવે સરકારે પ્રિન્ટ ન્યુઝ મીડીયા માટે વિદેશી મૂડીરોકાણની મર્યાદા ૨૬ ટકાથી વધારી ૪૯ ટકા કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી સિંગલ બ્રાન્ડ રીટેઇલને થઇ જશે. અલબત હજુ ઉડ્ડયન, સંરક્ષણ અને ફાર્માસ્યુટીકલ્સ ક્ષેત્રમાં સરકાર વિદેશી મૂડીરોકાણના નિયમો હળવા કરે તેવી માગ થઇ રહી છે. તાજેતરમાં જ સરકારે ડિફેન્સમાં ૪૯ ટકા વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપી હતી. હવે રપ વર્ષ જૂની વિદેશી મૂડીરોકાણ સલાહકાર સમિતિ વિખેરી નખાતા અનેક ફાયદાઓ દેશને થશે.