હર હર મહાદેવના નાદથી આજે ભુજ ગુંજી ઉઠ્યું
ભુજમાં આજે દેવાધિદેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું
શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિકો નાચતા – ગાતા યાત્રામાં જોડાયા હતા.
દર વર્ષની જેમ આ વખતે સમસ્ત સનાતન હિન્દૂ સમાજ દ્વારા શહેરમાં મહાશિવરાત્રી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી.ભુજના પારેશ્વર ચોક ખાતેથી સાધુ સંતોના હસ્તે શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી.શોભાયાત્રાના માર્ગ પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.શંકર ભગવાનની મૂર્તિ , શિવલિંગ , દેશભક્તિ , વેશભૂષા , ગૌ રક્ષા સહિતના ફ્લોટ્સ રજૂ કરવામાં આવયા હતા.10 થી વધુ શણગારેલા ઘોડા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.હર હર ભોલે ના નાદથી વડીલો , બાળકો , મહિલાઓ , મોટી સંખ્યામાં શોભયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.આ ભવ્ય શોભાયાત્રામાં નાસિક ઢોલ , કચ્છી ઢોલ ,ઓરકેસ્ટ્રા , ડી.જે.,બેન્ડવાજા સહિતના સંગીતોના માધ્યમો જોડાયા હતા સૌ કોઈ આજે ભગવાન શિવની ભક્તિમાં લિન થઈ જઈને નાચતા – ગાતા હર્ષોલ્લાસ ભેર રવાડીમાં ઉમટી પડ્યા હતા.
આ શોભાયાત્રા પારેશ્વર ચોકથી શરૂ થઈને ધીંગેશ્વર મહાદેવ ,મોટા બંધ , જ્યુબિલી ગ્રાઉન્ડ , વી.ડી. હાઇસ્કુલ , મિડલ સ્ફુલ ગ્રાઉન્ડ થઈને હમીરસર તળાવ ખાતે સમાપ્ત થઈ હતી.શોભયાત્રાના રૂટ પર ભાવિકો માટે પાણી ,છાસ , શરબત , આઈસ્ક્રીમ – કુલ્ફી , ફ્રુટ ,અલ્પાહારના 15 થી વધુ સેવા કેમ્પના મંડપ ગોઠવવામાં આવ્યા હતા.પુલવામાં હુમલા બાદ ભારતે કરેલી એરસ્ટ્રાઈકમાં 300 જેટલા આતંકીઓ માર્યા ગયા હતા અને બાદમાં દેશમાં જે દેશભક્તિનો જુવાળ ઉભો થયો છે તે આજે શોભાયાત્રામાં જોવા મળ્યો હતો.શોભયાત્રામાં ભુજ તેમજ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અંદાજે 10 હજારથી વધુ લોકો આ રવાડીમાં જોડાયા હતા શોભયાત્રાના રૂટ પર અવ્યવસ્થા ન સર્જાય અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ જવાનો યાત્રામાં સિવિલ ડ્રેસમાં પણ ખડેપગે રહ્યા હતા.