નવા હોદેદારોનું સન્માન થશે: મુખ્ય અતિથી તરીકે રામઅચલ રાજભર, અશોક ચાવડા અને છઠ્ઠુરામ પધારશે: અગ્રણીઓ અબતકની શુભેચ્છા મુલાકાતે
બહુજન સમાજ પાર્ટીના ૧૦ રાજકોટ લોકસભાની સંગઠન, સમીક્ષા અને નવા વરણી થયેલા હોદેદારોનો સન્માન સમારંભ તા.૬ માર્ચને બુધવારના સવારે ૧૦ વાગ્યે ગુરુગોવિંદજી હોલ, આમ્રપાલી પોલીસ ચોકી પાસે, રૈયા રોડ રાજકોટ ખાતે યોજવામાં આવશે.
ઉપરોકત કાર્યક્રમમાં બસપાના રાષ્ટ્રીય મહાસચિવ તથા ૪ વાર કેબિનેટ મંત્રી રહી ચુકેલા તથા ૪ વાર ધારાસભ્ય બનેલા અને હાલમાં પણ ધારાસભ્ય રહેલ એવા રામ અચલ રાજભર મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે તેમની સાથે બસપા ગુજરાત પ્રદેશ પ્રભારી છઠ્ઠુરામ તથા બસપા ગુજરાત પ્રદેશ પ્રમુખ એડવોકેટ અશોકભાઈ ચાવડા તથા અતિથી વિશેષ તરીકે પ્રદેશ મહાસચિવ દામજીભાઈ સોંદરવા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી દિનેશભાઈ પડાયા, રાજકોટ ઝોન કોર્ડીનેટર અર્જુનભાઈ ચૌહાણ તથા કિરણભાઈ મકવાણા ખાસ હાજરી આપી કાર્યક્રમને આગળ વધારશે.
તાજેતરમાં બહુજન સમાજ પાર્ટીની રાજકોટ કચેરીએ કારોબારી સમિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી. તેમાં રાજકોટ ઝોન કોર્ડીનેટર અર્જુનભાઈ ચૌહાણ તથા કિરણભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાં નવી મહિલા વિંગની વરણી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં જીલ્લા પ્રમુખ તરીકે જયોત્સનાબેન રાઠોડ, ઉપપ્રમુખ તરીકે ગૌરીબેન પેથાણી, મહામંત્રી તરીકે મીનાબેન મારૂ, ખજાનચી તરીકે ઉષાબેન ભીંડી, કાર્યાલય મંત્રી તરીકે ગંગાબેન બાબરીયા તથા મહિલા કાર્યકરોમાં શાયરાશેખ, શીતલબેન નિમાવત, મુકતાબેન સોલંકી, રામુબેન રાઠોડ, હંસાબેન તથા ચંપાબેનની વરણી રાજકોટ જિલ્લામાં કરવામાં આવી છે. શહેરમાં મહિલા વિંગમાં શહેર પ્રમુખ તરીકે રેશ્માબેન કુરેશી, ઉપપ્રમુખમાં કંકુબેન, મહામંત્રી ભાનુબેન પેથાણી, ખજાનચી સંગીતાબેન રાઠોડ તથા કાર્યાલય મંત્રી તરીકે રામુબેન રાઠોડની વરણી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના હોદેદારો જીલ્લા પ્રમુખ અજય સારીખડા, જિલ્લા ઉપપ્રમુખ ડો.પ્રકાશ ચાવડા, મહામંત્રી વરજાંગભાઈ સોહલા, મહામંત્રી અશ્વિનભાઈ ચૌહાણ, જીલ્લા સચિવમાં વિપુલ બોરીચા, કલ્પેન ટાંક, દિલીપભાઈ પરમાર, કાર્યાલયમંત્રી માધુભાઈ ગોહેલ, તાલુકા પ્રમુખોમાં રાજકોટ તાલુકા પ્રમુખ હરેશભાઈ મકવાણા, ઉપપ્રમુખ સવજીભાઈ ગોહેલ, જેતપુર તાલુકા પ્રમુખ દિનેશ રાઠોડ, ગોંડલ તાલુકાના પ્રમુખ લક્ષમણભાઈ ચાવડા, પડધરી તાલુકા પ્રમુખમાં ભાવેશ લીંબોલા તથા વિધાનસભા-૬૮ના હોદેદારોમાં પ્રમુખ વાસુદેવ સોલંકી, ઉપપ્રમુખમાં શરદભાઈ સરૈયા, મહાસચિવમાં જેન્તીભાઈ માલખીયા, સચિવમાં ભગવાનજીભાઈ બીન,ધીરૂભાઈ વાળા, ગૌતમભાઈ, ધર્મેશભાઈ ચાવડા, ઈશ્વરભાઈ મુંધવા તથા વિધાનસભા-૭૧ના પ્રમુખ તરીકે ભરતભાઈ સાગઠીયાની નવી વરણી કરવામાં આવી છે. સન્માન સમારંભની સફળતા માટે આગેવાનો અબતકની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.