જેસીઆઈ રાજકોટ યુવા જેસીરેટ વીંગ દ્વારા સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે આયોજન: કેન્સર, ગાયનેક, ડાયટીશ્યન નિષ્ણાંતો માર્ગદર્શન આપશે; રજીસ્ટ્રેશન શરૂ; આગેવાનો ‘અબતક’ના આંગણે
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે આગામી તા.૮ માર્ચ ૨૦૧૯ના રોજ જેસીઆઈ રાજકોટ યુવા મહિલા પાંખ દ્વારા ઓપન રાજકોટ “હેલ્થ અવરનેસ પ્રોગ્રામનું આયોજન સ્ટલીંગ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ છે.
એક મહિલાના ઘણા બધા રોલ હોય છે તે તમામ જવાબદારી અને પરિવારની હેલ્થનું ધ્યાન રાખે છે પણ પોતાની હેલ્થને ભુલી જાય છે. ત્યારે આ તકે જેસીઆઈ રાજકોટ યુવા મહિલા પાંખ દ્વારા તેની સખીઓ માટે એક એવો પ્રોગ્રામ લાવી રહ્યાં છે જેમાં રાજકોટની નામાંકીત સ્ટર્લીંગ હોસ્પિટલમાં સ્ત્રી માટે કેટલીક એવી બિમારી કે જે આજના જીવનમાં દરેક સ્ત્રીને ઘર કરી ગયેલ છે તે બિમારી જેમ કે કેન્સર અને સ્ત્રી રોગ વગેરે અંગે માર્ગદર્શન હોસ્પિટલના જ નામાંકીત લેડી ડોકટર દ્વારા આપવામાં આવશે અને સામાન્ય હેલ્થ ચેકઅપ પણ ફ્રીમા કરી આપવામાં આવશે તો આ તકે રાજકોટની તમામ મહિલાઓને આ પ્રોગ્રામમાં જોડવા જેસીઆઈ રાજકોટ યુવા મહિલા પાંખ પ્રમુખ જેસીરેટ રાખી દોશીની એક યાદીમાં જણાવામાં આવી છે.
જેસીઆઈ રાજકોટ યુવા જેસીરેટ રાખી દોશી, પાયલ મોદી, રચનાબેન રૂપારેલ, શીલુ ચંદારાણા, ક્રિના માહત્તીયા, બ્રિજેશ માંડવીયા, ગીરીશ ચંદારાણા, ચિરાગ દોશીની લીડરશીપ હેઠળ આ વખતે મહિલાઓ માટેના સારામાં સારા કાર્યક્રમનું આયોજન કરી મહિલાઓને પ્લેટફોર્મ પૂરું પાડી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કાર્યક્રમ તા.૦૮-૦૩-૨૦૧૯ને શુક્રવારને બપોરે ૪-૦૦ વાગ્યાથી સ્ટર્લીંગ હોસ્પિટલ, છઠ્ઠો માળ, ઓડીટોરીયમ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જેસીરેટ રાખી દોશી મો.નં.૯૦૩૩૩ ૨૫૮૦૧, જેસીરેટ પાયલ મોદી મો.નં.૯૭૧૨૯ ૦૪૨૨૮, જેસી રચના ‚પારેલ મો.નં.૮૯૮૦૬ ૬૯૯૫૭ આ નંબર ઉપર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે જેનું રજીસ્ટ્રેશન તા.૦૭-૦૩-૨૦૧૯ સુધીમાં કરાવવાનું રહેશે. કાર્યક્રમની અદ્ભૂત સફળતા માટે જેસીરેટ વીંગે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.