રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ફેડરેશન ઓફ ઈન્ડીયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનનાં સંયુકત ઉપક્રમે તાજેતરમાં વિદેશ વેપાર નિતીમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલ ફેરફાર અંગે જાણકારી માર્ગદર્શન આપતો સેમીનાર યોજવામાં આવેલ. આ સેમીનારમાં મુંબઈના નિષ્ણાંત વકતા મિહીરભાઈ શાહએ મોટી સંખ્યામાં ઉપસ્થિત એકસપોર્ટરોને એકસપોર્ટ પોલીસી, પ્રોસીજર્સ અને કમ્પલાયન્સીઝનાં ફેરફાર અંગે વિગતવાર જાણકારી આપેલ.
ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવે રાજકોટમાં ઉધોગોનો વિકાસ ઘણો વઘ્યો છે અને રાજકોટ આજે ઈન્ડસ્ટ્રીયલ હબ બન્યું છે અને રાજકોટના વિદેશ વેપારમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને રાજકોટના વેપાર-ઉધોગના વિકાસમાં રાજકોટ ચેમ્બરની ભૂમિકા પણ મહત્વની રહી છે તેવી જાણકારી આપેલ. સેમીનારમાં મુંબઈથી ખાસ ઉપસ્થિત વકતા મિહીરભાઈ શાહે નિકાસકારોને બિઝનેસ કેટલો સરળ થાય, એકસપોર્ટરોએ શું ધ્યાન રાખવું, પેપરવર્ક સરળ બને તે બાબતને મહત્વ આપવું જરૂરી છે. નાની ક્ષતિ પણ નહીં ચાલે, હવે દરેકને થોડુ કોમ્પ્યુટર નોલેજ જરૂરી છે. હવે ૯૦ ટકા કામ ઓનલાઈન થઈ ગયું છે તેમ જણાવેલ.
બાદ ઈમ્પોર્ટર-એકસપોર્ટર કોલ માટે નોટીફીકેશન નં.૨૪/૨૦૧૫-૨૦ તથા ૮-૮-૨૦૧૮માં થયેલ સુધારા બાબત, રજીસ્ટ્રેશન કમ મેમ્બરશીપ સર્ટીફીકેટ, આઈજીએસટી રીફંડ સ્ટેટસ, ડયુટી ડ્રો બેક, જીએસટી રીફંડ, આઈજીએસટી, આઈટીસી રીફંડ, જીએસટી કાયદામાં કરાયેલ સુધારા અને ઝીરો રેટેડ સપ્લાયની જોગવાઈ અંગે, ઈન્ટરેસ્ટ ઈકવાલાઈઝેશન સ્કીમ તથા એકસપોર્ટ પેમેન્ટ રીયલાઈઝેશનની નવી જોગવાઈઓ અંગે વિગતવાર જાણકારી આપેલ. ઉપરાંત ઉપસ્થિત નિકાસકારોવતી પુછાયેલા પ્રશ્નો અંગે પણ વિગતવાર માહિતી મિહીરભાઈએ આપેલ. સતત ત્રણ કલાક ચાલેલ સેમીનારના અંતે આભારવિધિ મંત્રી નૌતમભાઈ બારસીયાએ કરેલ જયારે સેમીનારનું સંચાલન ચેમ્બરના કમિટી મેમ્બર મયુરભાઈ આડેસરાએ કરેલ તેમ ચેમ્બરની યાદીમાં જણાવેલ છે.