માતા અને બાળકને યોગ્ય પ્લેટફોર્મ પુરુ પાડવા કેમ્પેઈંગ એડવર્ટાઈઝીંગનું અનેરુ આયોજન
રાજકોટ બેસ્ટ બેબી કોમ્પીટીશન-૨૦૧૯ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે યોજવામાં આવ્યું હતું. કંઈક નવું કરવાના વિચાર સાથે દર વર્ષે અલગ-અલગ થીમ સાથે આવતા આ કોમ્પીટીશનમાં માતા તથા બાળક એકસાથે પોતાનું ટેલેન્ટ પ્રસ્તુત કરી શકે તે વિચાર સાથે કાર્યક્રમ યોજાયો હતો.
કેમ્પેઈંગ એડવર્ટાઈઝીંગ અને ઈવેન્ટ મેનેજમેન્ટના સંચાલક ધર્મેશભાઈએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ગત બે વર્ષથી રાજકોટવાસીઓના ખુબ જ સરસ રીસ્પોન્સને કારણે જ આ વર્ષે અમે માતા તથા બાળક પોતાની સ્કીલને સ્ટેજ પર વધુ ડેવલોપ કરી શકે તે ધ્યાનમાં રાખી યોજયો હતો.
તેની સાથે સાથે બાળકનો ગ્રોથ ૧૦ વર્ષ પછી માતા તેના બાળકને કયાં જુએ છે તથા અત્યારે બાળક કઈ વસ્તુ જલ્દી કેચ કરી શકે છે તથા બાળકને કયા ઈસ્યુ આવે છે તે બધી બાબતો પુછવામાં આવી હતી.માતા તથા બાળકના બોન્ડીંગને ઉજાગર કરવાના પ્રયત્ન સાથે માતાને એક પ્લેટફોર્મ મળી રહે તે તેમનો ખાસ મોટીવ હતો તેવું જણાવ્યું હતું.