જૂનાગઢ મહાશિવરાત્રી કુંભમેળામાં ૨૪ કલાક થાકયા વગર સતત પોતોની ફરજ બજાવતા ૭૫ જેટલા સફાઈ કર્મીઓમાં કામગીરીના કારણે જૂનાગઢ આવેલા યોગી આદિત્યનાથ સફાઈ કામગીરીથી પ્રભાવીત થયા હતા અને મહાકુંભ મેળા જેવી જ વિશેષ સફાઈ કામગીરીની પ્રશંસા કરી હતી.
જેના સીએમને વખાણ કરવા પડયા તે સફાઈ કામગીરી ભવનાથ ક્ષેત્રમાં લગભગ ૭૫ જેટલા સફાઈ કર્મીઓની ફોજ ૨૪ કલાક સફાઈ કામગીરી કરી રહી છે. રોજમદાર કર્મચારીઓની આ ફોજ મેનેજર ગૌરવ વાઘ અને સુપર વાઈઝર પ્રશાંત પરમારના માર્ગદર્શન નીચે લગભગ ૪૦ પુરુષો અને ૩૫ મહિલાઓ ગીરનાર દરવાજા વિસ્તારથી લઈ ભવનાથ ક્ષેત્રને ચોખ્ખુ ચણાક રાખવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે.
તદઉપરાંત કચરો કરનારાઓમાં જાગૃતતા આવે તે માટે સતત લોકોને કચરો ડસ્ટબીનમાં નાખવો, ભીના કચરા તેમજ સુકા કચરા માટે અલગ અલગ ડસ્ટબીનોનો વ્યવસ્થા ઉભી કરી તેનું માર્ગદર્શન સમજાવટથી લોકોને આપી સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કરવા મેળામાં દરેક ક્ષેત્રમાં નિષ્ફળ ગયેલા વહીવટી તંત્રને સફાઈ માટે લોકોને વખાણ કરવા આ સફાઈ કર્મચારીઓએ મજબૂર કરી દીધા છે.