વેતન વધારા, કાયમી કરવા અને પેન્શન શ‚ કરવા સહિતનાં વિવિધ પ્રશ્ર્ને સફાઈ કામદારો લડતનાં માર્ગે
રાજયભરની નગર પાલિકાઓનાં સફાઈ કામદારો આવતીકાલથી વેતન વધારા, કાયમી કરવા અને પેન્શન શરૂ કરવા સહિતનાં વિવિધ પ્રશ્ને હડતાલ પર ઉતરવાના છે. પડતર રહેલા વિવિધ પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતા સફાઈ કામદારોએ પણ લડતનો માર્ગ અપનાવ્યો છે. ગુજરાત સફાઈ કામદાર મહામંડળે વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આવતીકાલથી હડતાલનું એલાન આપ્યું છે. આ હડતાલમાં રાજયની ૧૬૨ નગરપાલિકાઓનાં સફાઈ કામદારો જોડાવાના છે. મહામંડળે વેતન વધારા, કાયમી કરવા કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવા, પેન્શન યોજના લાગુ કરવા, વારસદારોને નોકરી આપવા સહિતની માંગ ઉઠાવી છે.