જરૂરિયાત મંદ પરિવારો સસ્તાદરે મળતી જેનેરીક દવાઓને આસાનીથી ઓળખીને છેતરપીંડીથી બચી શકે તે માટે સરકારનું આવકારદાયક કદમ
કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય સુવિધાઓને સસ્તી, સરળ અને અસરકારક બનાવવાના તબકકાવારના પ્રયાસોમાં જેવી રીતે સરકારી સહાયકારી યોજનાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમવાર ૧૦૮ ના ઇમરજન્સી ક્ધસેપ્ટના અમલ શરુ કર્યા પછી બાળકો માટે ખિલખિલાટની એમ્બ્યુલન્સસો શરુ કરાવી પછી મા અમૃતમ માવાત્સલ્ય કાર્ડ યોજનાઓમાં હવે લાખોના ખરર્ચે થતી સારવાર સરકાર દ્વારા કરાવવામાં આવે છે.
હવે સરકાર આર્થિક અસમર્થ લોકોની દવાના ખર્ચનો ભાર હળવો કરવા સસ્તા દરની જનેરિક દવાઓનું પ્રોત્સાહીત કરવા માટે જેનેરીક દવાઓની ખાસ ઓળખ માટે સરકાર હવે કલર કોડનું આયોજન કરી રહી છે જેનાથી લોકો જેનેરિક અને સામાન્ય દવાઓ વચ્ચે ભેદ પામી શકે.
જેનેરિક દવાઓની ખરીદી કરતી વખતે પણ દુકાનદાર અને ગ્રાહકો પણ જેનેરિક દવાઓને ઓળખતા થાય અને તેના ઉપયોગ અને કન્ટેઇન,: કિંમત અંગે ગ્રાહકો સારી રીતે વાકેફ થશે અગાઉ આરોગ્ય મંત્રાલયે જેનેરિક દવાઓના વેચાણને પ્રોત્સાહીત કરવા સરકારે જેનેરિક દવાઓની અલગ કાંધીઓ, અલમારીઓ અને ડિસપ્લે બનાવવાનો નિયમ કર્યો હતો અને તબીબોને ખાસ જેનેરિક દવાઓ લખવાનું કહેવાયું હતું. ઔષધ નિયમન તંત્રએ પણ કંપનીઓને દવાના પેકીંગ પર જ જેનેરીક લોગો દેખાય તે રીતે લગાવવાનું સુચન અને મોટા અક્ષરોનું આગળ જેનેરિક લોગોનું નિયમ બનાવાયું છે.
સરકારે જન ઔષાધિ કેન્દ્રોમાં સરળતાથી જેનેરિક દવાઓનું વેચાણ થાય તે માટે દવાઓની સપ્લાય અને તેના નેટવર્કને દુરશી કરી આવા ત્રણ હજાર જેનેરિક સ્ટોર ખોલવામાં આવ્યા છે. ડ્રગ્સ કનલસ્ટ એટીયુવ કમીટીલની બેઠકમાં જેનેરિક દવાઓને કલર કોડ આપવાની નિયમિત ચર્ચા કરી હતી. ખાદ્ય પેદાશોમાં જેવી રીતે શાકાહારી અને માંસાહારી વાનગીઓમાં તફાવત રાખવા માટે લાલ અને લીલા રંગના ટેગ મારવાનો નિયમ છે.
તેવી જ રીતે સામાન્ય અને જેનેરિક દવાઓ વચ્ચે તફાવત રાખવા જેનેરિક કલર કોડની હિમાયત કરી છે. એક લાખ કરોડ રૂપિયાની સ્થાનીક દવાની બજારમાં જેનેરિકના હિસ્સો ૭૦ટકા છે જયારે દવાઓ માત્ર ૯ ટકા જેટલો જ હિસ્સો ધરાવે છે. ગયા વર્ષે કોમ્પીટીશન કમીશન ઓફ ઇન્ડીયા (સીસીઆઇ) એ બ્રાન્ડેડ દવાઓના ઉંચા નફાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
દવાઓના ભાવ વધારાના આંતરિક પરિબળોને કાબુમાં લેવા હિમાયત કરી હતી. દવાઓમાં નફાખોરી ને કાબુમાં રાખવા માટે સરકાર જેનેરિક દવાઓના માળખાને સુધારવા શું કરી શકે તેનો મત મંગાવ્યો હતો.દવાઓની નફાખોરી અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ગ્રાહકોના આર્થિક ભારણને ઓછું કરવા જેનેરિક દવાઓના ઉત્પાદન વધારવા ભાર મુકયો હતો. અત્યારે જરુરી દવાઓ ૬૦ ટકા મોંધી થઇ ગઇ છે તેની સામે જેનેરિક દવા આશીર્વાદ રુપ થશે.