કોંગ્રેસમાં લીડરશીપની ક્રાઈસીસ્ટ કે ખેંચતાણ?
ગુજરાત કોંગ્રેસમાં મુખ્યત્વે નેતાઓ વચ્ચે ખેંચતાણ અને અસ્વીકૃતિનો માહોલ
છેલ્લા ત્રણ દશકાથી લીડર તરીકે કોંગ્રેસ પક્ષ પોતાની છાપ ઉભી કરી રહ્યું છે ત્યારે ત્યારે કયાંક ને કયાંક સ્વીકૃતિનો અભાવ જોવા મળતા કોંગ્રેસ પોતાની આગવી છાપ રાષ્ટ્ર કે દેશ ઉપર ઉભી કરી શકી નથી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પોતાની જાતને જ કંઈક સમજી રહ્યાં છે તેવી સ્થિતિ સામે આવી રહી છે અને કયાંકને કયાંક તેઓ સર્વોપરી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જેમાં શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી કે હાલ પ્રવર્તીત પરિસ્થિતિમાં પરેશ ધાનાણી કે અમીત ચાવડા ત્યારે ગુજરાત કોંગ્રેસને એક તાંતણે બાંધવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની સ્થિતિ નટ જેવી બની ગઈ છે.
શું આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ એક નેતા ઉપર ચૂંટણી ન લડવાનું જાહેર કર્યું છે. જયારે સમગ્ર પક્ષને સાથે રાખી ચૂંટણી લડવા માટે રાજીવ સાતવ દ્વારા હાકલ પણ કરવામાં આવી છે. ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ રાજયમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં કોઈ એક લીડર તરીકે ચૂંટણી નહીં લડે કે જે ફંડા ભાજપ પક્ષ દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે.
વધુમાં તેઓએ પાટીદાર અનામત આંદોલનની આગેવાની લેનાર હાર્દિક પટેલ જેવા યુવા નેતાઓને પણ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ઉતારવા પર પ્રશ્નાંર્થ ચિન્હ મુકયો ન હતો. ત્યારે ગુજરાતમાં ભાજપ પક્ષ સામે ચૂંટણી લડવા કોંગ્રેસ સજ્જ છે. જયારે કયાં ઉમેદવારનું ચયન કરવું તે માટેની હાલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેની ઘોષણા હાલ ટૂંક જ સમયમાં કરવામાં આવશે.
રાજીવ સાતવને જયારે પ્રશ્ન પુછવામાં આવ્યો કે ૨૫ વર્ષીય યુવા પટેલ નેતા એટલે કે હાર્દિક પટેલને લઈ કોંગ્રેસની કોઈ યોજના ખરી ત્યારે તેના પ્રત્યુત્તરમાં કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, કોંગ્રેસની નીતિ એ છે કે, તે કોઈ વ્યક્તિગત ચહેરાની સાથે ચૂંટણી લડશે નહીં પરંતુ સમગ્ર પક્ષને સાથે રાખી ચૂંટણીમાં ઝંપલાવશે અને ભાજપને હરાવવાનો પ્રયત્ન પણ કરશે.