એન્ટિ કરપ્શન બ્યૂરોએ ગઈ કાલે મોડી રાતે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલના દિવંગત સાઢુ સુરેન્દ્રકુમાર બંસલના નિવાસે દરોડા પાડ્યા હતા. આ દરોડા પીડબ્લ્યુડી કૌભાંડ મામલે પાડવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. તાજેતરમાં દિલ્હીના પૂર્વ પ્રધાન કપિલ મિશ્રાએ કેજરીવાલ પર લાંચ લેવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે તેમાં બંસલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જોકે સાતમી મેના રોજ હાર્ટએટેકી બંસલનું મોત યું હતું. જાણકારી મુજબ બંસલના નિવાસે દરોડા દરમિયાન એસીબીએ કેટલાક કાગળો જપ્ત કર્યા છે, જે પીડબ્લ્યુડી અંગેના હોવાનું માનવામાં આવે છે, જોકે આ અંગે એસીબીએ સત્તાવાર રીતે કોઈ માહિતી આપી ની. તેી હાલ આ અંગે વિસ્તૃત માહિતી અંગે રાહ જોવામાં આવી રહી છે. ોડા સમય પહેલાં કતિ કૌભાંડમાં એસીબીએ ત્રણ અલગ અલગ એફઆઈઆર દાખલ કરી હતી, જેમાં સુરેન્દ્રકુમાર બંસલની કંપનીનું નામ પણ સામેલ હતું.આ એફઆઈઆર રોડ્સ એન્ટિ કરપ્શન ઓર્ગેનાઈઝેશન (છઅઈઘ)ના સપક રાહુલ શર્માની ફરિયાદના આધારે દાખલ કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ૨૦૧૫-૧૬માં દિલ્હીના રોડ અને સીવર લાઈનના ઈજારા આપવામાં ગેરરિી્ત આચરવામાં આવી હતી. આક્ષેપો મુજબ આ કામમાં નિયમોની અવગણના કરીને લગભગ ૧૦ કરોડનું બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું. એસીબીને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે સામાન આ કામમાં વપરાયો જ ન હતો તેવા સામાનનું પણ બિલ બનાવી તેવી કંપનીના નામે બનાવવામાં આવ્યું હતું, જે કંપની અસ્તિત્વમાં જ ન હતી અને આવી કોઈ કંપની સામાન વેચતી ન હોવાનું પણ બહાર આવ્યું હતું.
એસીબીના વડા મૂકેશકુમાર મીણાના જણાવ્યા અનુસાર શર્માએ તેમની ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેજરીવાલ અને પીડબ્લ્યુડીના પ્રધાન સત્યેન્દ્ર જૈનને ઈજારો આપવા માટે તેમના પદનો દુરપયોગ કર્યો હતો, જોકે આ ફરિયાદમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું ની.