વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે નિમિત્તે પશુ-પક્ષીઓને સાચવવા અને તેમનો અવાજ બનવા ભારતીય ક્રિકેટરનો હુંકાર
ઓસ્ટ્રેલીયા સામેની પ્રથમ વન-ડેમાં ભારતીય ટીમનો છ વિકેટે વિજય થયો હતો. ત્યારે રોહિત શર્માએ જણાવ્યું હતું કે, લોકોએ અબોલ જીવોની વાચા બનવું જોઈએ કારણ કે અબોલ જીવો પાસે વાંચા હોતી નથી અને તેમને શું તકલીફો અને તેમને શું જોઈતુ હોય છે તે વિશે સમજાવવા માટે અનેકવાર તેમને તકલીફનો સામનો પણ કરવો પડતો હોય છે ત્યારે વર્લ્ડ લાઈફ ડે નિમિત્તે રોહિત શર્મા દ્વારા ટ્વીટ કરી જણાવ્યું હતું કે, તેઓ અબોલ જીવો માટેની વાંચા બનશે. વધુમાં તેણે ઉમેર્યું હતું કે, અનેકવિધ પ્રાણીઓ મનુષ્યો કરતા પહેલા પૃથ્વી પર અવતરીત થયા હતા જેથી તેમને તમામ અધિકારો મળે છે જે મનુષ્યને મળી રહ્યાં છે જેથી માનવીએ અબોલ જીવોની સેવાની સાથો સાથ તેમની વાંચા પણ બનવી જોઈએ.
ભારતીય ટીમના ઓપનર અને વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્માએ પ્રથમ વન-ડે મેચમાં ૬૬ બોલ રમી ૩૭ રન નોંધાવ્યા હતા. જેમાં તેને ૫ બાઉન્ડ્રી ફટકારી હતી. આ તકે રોહિત શર્માએ વિરાટ કોહલી સાથે ૭૬ રનની ભાગીદારી નોંધાવી હતી જેમાં કેપ્ટન કોહલીએ ૪૫ દડા રમી ૪૪ રન નોંધાવ્યા હતા. જેમાં ૬ બાઉન્ડ્રી અને ૧ સીકસરનો સમાવેશ થાય છે. ત્યારે ૨૩૭ રન ચેઈઝ કરવામાં ચોથા ક્રમે આવેલા અંબાતી રાયડુ નિષ્ફળ નિવડયો હતો જેને માત્ર ૧૩ રન બનાવ્યા હતા.
એક સમયે ભારતીય ટીમ ૯૯ રન બનાવી ૪ વિકેટ ગુમાવી હતી ત્યારબાદ ભારતીય ટીમના સંકટ્મોચન મહેન્દ્રસિંહ ધોની અને કેદાર જાદવે મેચને સંભાળી ૧૦ બોલ બાકી રહેતા ૧૪૧ રનની ભાગીદારી નોંધાવી ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો. આ મેચમાં એમ.એસ.ધોની ૫૯ રન બનાવી નોટઆઉટ રહ્યો હતો જયારે કેદાર જાદવ ૮૧ રન બનાવી મેચના મેન ઓધ મેચનો ખિતાબ પણ જીત્યો હતો.આ મેચમાં મોહમદ શામી, જસ્પીત બુમરાહ અને કુલદિપ યાદવે ૨-૨ વિકેટ ઝડપી ઓસ્ટ્રેલીયાને ૨૩૬ રન પર સીમીત કર્યું હતું.