જામનગર શહેર અને જિલ્લાને પીવાના પાણી ક્યારેય તકલીફ નહીં રહે તેવું સરકારે આયોજન કર્યુ છે. તેમ ગઈકાલે પત્રકારોને સંબોધન કરતા જામનગરના પ્રભારી અને રાજયના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું. મંત્રીએ તા. ૪-માર્ચના વડાપ્રધાનના કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી.

જામનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, જામનગરમાં તા. ૪ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થવાનું છે. તે વેળાએ તેમના હસ્તે રણજીતસાગરમાં પાણી છોડવામાં આવશે. રણજીતસાગરમાં આજી-૩ ડેમમાંથી નહીં પરંતુ નર્મદાનું પાણી ઠાલવવામાં આવશે. સરકાર દ્વારા મચ્છુ-ર નું પાણી આજી-૩ વાળી પાઈપ લાઈનમાં બાયપાસ કરીને નાખવામાં આવશે.

જે વધારાના પાણી દ્વારા રણજીતસાગર ડેમ ભરાશે. મંત્રીએ જણાવ્યું હતું કે, રણજીતસાગર ડેમ ભરવા માટે આજી-૩ ડેમ ખાલી કરવાની વાત ખોટી છે, તેવી સ્પષ્ટા કરી હતી. આજી-૩ નું પાણી જામનગરને ઉનાળા સુધી મળશે એટલે જામનગરની પ્રજાને પુરતું પાણી મળી રહેશે.

આ ઉપરાંત જોડિયામાં મેગા ડીસેલીનેશન પ્લાન્ટની સ્થાપના પછી જામનગર શહેર-જિલ્લાને પાણીની સમસ્યા ક્યારેય રહેશે નહીં, કારણ કે, દરિયાના પાણીને મીઠુ કરી જિલ્લામાં પહોંચાડવામાં આવશે. ઉપરાંત સૌની યોજનાનું તેમજ ચોમાસામાં મળતું કુદરતી પાણીની ત્રણ વ્યવસ્થા જામનગર જિલ્લા માટે થઈ છે.

પીએમ દ્વારા થનારા લોકાર્પણો

પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૪ ના માર્ચે જામનગરમાં થનારૃ છે. તેમાં વડાપ્રધાનશ્રી એરપોર્ટથી સીધા જી.જી. હોસ્પિટલ જવાના છે. રેડિયોલોજી વિભાગનું ઉદ્ઘાટન કરશે અને ત્યાંથી પ્રદર્શન મેદાનમાં સભાને સંબોધન કરશે અને તે સ્થળેથી પ્રધાનમંત્રી આવાસનું સમરસ ૧૦૦૮ હોસ્ટેલ તેમજ આજી-૩ ની જામનગરને પાણી આપતી કાર્યરત થયેલી રૃા. ૬૪ કોરડની પાઈપલાઈનની યોજનાનું લોકાર્પણ થશે.પત્રકાર પરિષદમાં રાજયના મંત્રી આર.સી. ફળદુ, શહેર ભાજપના પ્રમુખ હસમુખ હિંડોચા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોષી તેમજ જિલ્લા કલેક્ટર રવિશંકર ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.