મહાદેવની રાજાશાહી સવારીનો કાફલો ૧૦૦ થી વધુ બુલેટ, ૭૦૦ થી વધુ બાઇક સામે સાંસ્કૃતિક, ધાર્મિક તેમજ દેશભકિતને લગતા ફલોટસ સાથે શિવ રથયાત્રા રાજકોટના રાજમાર્ગો શોભાવશે

હર હર મહાદેવ બમ… બમ… ભોલેના નાદ સાથે તા.૪ ને સોમવારને મહાશિવરાત્રીના મહાઉત્સવ નિમિતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા રાજકોટ દ્વારા આયોજીત શિવ રથયાત્રાનું જાજરમાન આયોજન થઇ રહ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની ધર્મ પ્રેમી જનતાનો ખુબ જ સાથ સહકાર મળી રહ્યો છે. આગેવાનોએ અબતકની મુલાકાત દરમિયાન જપાવ્યું કે શિવ રથયાત્રાના રૂટ ઉપર આવતા મુખ્ય ચોકો જેવા કે સોરઠીયા વાડી સર્કલ, ભકિતનગર સર્કલ, માલવીયા સર્કલ, જીલ્લા પંચાયત ચોક સર્કલ, મોટી ટાંધી ચોક, હરીહર ચોક, ચૌધરી ગ્રાઉન્ડ ચોકમાં પ ફુટ થી લઇ ર૪ ફુટ ઉંચા ૧ મીટરથી પ મીટરની લંબાઇ ધરાવતા ભગવા ઘ્વજ સનાતન ધર્મનું આહવાન કરતા ફરકી રહ્યા છે. રુટ ઉપર દરેક જગ્યાએ નાના મોટા ઘ્વજ શહેરમાં ભગવું વાતાવરણ ઉભુ કરી રહ્યા છે.

આ શિવ રથયાત્રામાં હાથી ઘોડા, ઉંટ, બગી દ્વારા મહાદેવની રાજાશાહી સવારીનો કાફલો ૧૦૦ થી વધુ બુલેટ, ૭૦૦ થી વધુ બાઇક એકટીવા જોગો જીપ, મેટાડોર જે વાહનો હશે મોટા વાહનોમાં સામે સાંસ્કૃતિક ધાર્મિક તેમજ દેશ ભકિતને લગતા ફલોટસ બનાવેલા હશે રથયાત્રાની સાથે પગપાળા ચાલતા વ્યકિતઓ અને ત્રિશુલના પ્રતિકાત્મક ચિન્હો સાથે મહાદેવનો નાદ ગગનમા ગુંજવશે સિદી બાદશાહ કલાકાર મિત્રો સાથે આદિવાસીનું પ્રખ્યાત એવું ધમાલ નૃત્ય દેખાડી શરુઆતથી અંત સુધી રથયાત્રાની સાથે રહેશે ગુજરાત રાજયનું ખુબ જ પ્રખ્યાત એવું ધમાલ નૃત્ય દેખાડી શરુઆતથી અંત સુધી રથયાત્રાની સાથે રહેશે ગુજરાત રાજયનું ખુબ જ પ્રખ્યાત એવું ગોપાલ ગો શાળા ખેરડી, રમેશગીરીજી  ગોસ્વામી દ્વારા સંચાલીત ગોપાલ કેશીયો પાર્ટીના કલાકાર મિત્રો શિવ વંદના તેમજ શિવધુનના સંગીત સાથે નૃત્ય કરી વાતાવરણને અલૌકિક બનાવશે.

તાજેતરમાં થયેલા આપણા વિરજવાનો ઉપર ત્રાસવાદી હુમલાને લીધે શહિદ થયેલ જવાનોને ભાવભીની શ્રઘ્ધાંજલી આપવા માટે રથયાત્રાની શરુઆત કરતા પહેલા રાષ્ટ્રગીત વગાળવામાં આવશે તેમજ રથયાત્રાના રુટ દરમ્યાન શિવ ભકિતની સાથે દેશ ભકિતના ગીતો પણ સતત વાગતા રહેશે સનાતન હિન્દુ ધર્મ શિવરથયાત્રાના આ છ વર્ષે ૧ર જયોતિલીંગ પૈકીની ૬ જયોતિલીંગ નાસીકમાં ડાકીન્યા તટે બીરાજમાન જયોતિલીંગ રુપ ભીમાશંકર મહાદેવ મુખ્ય રથમાં બિરાજમાન થશે તેની સાથે બાકીની ૧૧ જયોતિલીંગ છોટા હાથીમાં શોભાયમાન થશે તેની  સાથે રાજકોટની નામાંકિત સંસ્થાઓ શાળાઓ તેમજ વિવિધ સામાજીક સંગઠનો દ્વારા તૈયાર કરેલ ફલોટસપણ જોડાશે રથયાત્રા દરમ્યાન ભાવિક ભકતોને પ્રસાદી સ્વરુપે અભિષેક કરેલા રૂદ્રાક્ષના પારા તેમજ ભાંગની પ્રસાદી વિતરણ શિવ રથ યાત્રા  સમીતી દ્વારા કરવામાં આવશે.

આવી અનેરી ભવ્ય તેમજ ધર્મમય સનાતન હિન્દુ ધર્મ શિવરથ યાત્રામાં સમસ્થ સમાજ તેમજ રાજકોટ મહાનગરની ધર્મ પ્રેમી જનતાને રથયાત્રામાં જોડાવવા શિવરથયાત્રા સમીતી દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે. આવો આપણે સૌ સાથે મળી મહાદેવના ગંગન ચુંબી નાદથી મહાશિવરાત્રીને મહા ઉત્સવમાં પીરર્વતિત કરીએ.

કાર્યક્રમને સફળ બનાવવા દર્શનગીરી, સંજયભાઇ સુરેશભાઇ, વિશાલભાઇ, વિરલભાઇ, સતીષભાઇ બળવંત પુરી અને નરેશભાઇ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.