આઠથી વધુ માંગણીઓના ઉકેલને લઈ સાયલા શહેરમાં મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓએ વિશાળ રેલી કાઢી
ઝાલાવાડમાં ગ્રામ્ય અને શહેરમાં પ્રાથમિક શાળાઓમાં લાખો બાળકોને ભોજન આપવામાં આવે છે. જેમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સંચાલક, રસોયા અને હેલ્પરોને ઓછુ વેતન આપવામાં આવે છે. આ ઉપરાંત દરરોજના મેનુઓમાં અનેક ક્ષતિઓ જોવા મળે છે. જયારે સવારથી બપોરે ૩ વાગ્યે એટલે કે આઠ કલાક નોકરી કરવા છતાં માનદ વેતન આપવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની આઠથી વધુ માંગણીઓનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે સાયલા શહેરમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ વિશાળ રેલી કાઢી હતી.
જેમાં સાયલા તાલુકા કર્મચારી મંડળના પ્રમુખ લક્ષમણભાઈ સહિતના આગેવાનો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સાયલા મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું. આ આવેદનપત્રમાં વિવિધ આઠ માંગણીઓ રજુ કરવામાં આવી હતી.
આ ઉપરાંત અને કર્મચારીઓ ૩૪ વર્ષથી કામ કરતા હોવા છતાં તેઓને પરિવારોને ભરણપોષણ માટે મુશ્કેલી પડી રહી છે. જો પ્રાણ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો કર્મચારીઓએ આંદોલન સાથે આખરી પગલુ ભરવાની ચીમકી આપી હતી.