તાલુકાના ૮૯ ગામોમાં ઉનાળામાં પાણીનો પોકાર સર્જાવાની ભીતિ
વાંકાનેર તાલુકા પથકમાં આશરે ૧૦૦ જેટલા ગ્રામ્ય વિસ્તારો આવેલા છે જેમાં મોટાભાગે પીવાના પાણી માટે હાલ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર એવા વાંકાનેર તાલુકાના ૮૯ ગામોને પીવાનું પાણી પૂરું પાડતું ગુજરાત પાણી પુરવઠા બોર્ડ ના મુખ્ય હેડ વર્કસ વાંકાનેર તાલુકા ના ઝાલી રોડ હસન પર ખાતે આવેલ છે જ્યાં પાણી પુરવઠા બોર્ડ વાંકાનેર ના મોટો સંપ આવેલ છે ત્યાં ખાટલે મોટી ખોટ હોય તેમ એકાએક પાણીનો પુકાર શિયાળાની ઋતુમાં શુંર ઉઠવા પામેલ છે ત્યારે સંભળાઈ રહ્યું છે શિયાળામાં આ સ્થિતિ છે તો આગામી દિવસોમાં ઉનાળાની ઋતુ શરૂ થવા જઈ રહી છે ત્યારે આ વાંકાનેર તાલુકાના ૮૯ સેક્સ ગામડાનું શું તે પણ એક ચિંતાનો વિષય હાલ વાંકાનેર તાલુકામાં ગુંજી ઉઠયો છે નોંધનીય છે કે નર્મદાની લાઈનનું પાણી સરકાર દ્વારા હાલ પ્રાઈવેટ કંપની ધરતી એજન્સી નામની અમદાવાદની કંપનીને આપેલ હોય જવાબદારી તેના ભાગે થાનથી વાંકાનેર અને હસનપર તેમજ લીંબાડા અને અમરસર લાઈનમાં પાણી વિતરણ કરવામાં આવે છે પણ આપણી લાઈનમાં ઘણા બધા કનેક્શનો આવેલ છે તેમાં મોટાભાગે ભ્રષ્ટાચાર થયો હોય તેમ ગેરકાયદેસર કનેક્શન આપી રૂપિયા લીધા હોય તેવી પણ વાંકાનેર પંથકમાં ચર્ચાના ચકડોળે ચડી છે અત્રે નોંધનીય છે કે થાન થી વાંકાનેર સુધીમાં અન્ય ૧૦૦ જેટલા ગેરકાયદેસર કનેક્શનો આપીને મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચાને કારણે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને પૂરા પ્રમાણમાં નર્મદાનું પાણીનો અભાવ રહે છે ત્યારે વાંકાનેર પંથકમાં પાણી માટે ૮૯ જેટલા ગ્રામ્ય વિસ્તારને પાણી પૂરું પાડતું સંપ પૂરા પ્રમાણમાં પાણીનો ફોર્સ જોઈએ તેવો મળતો નથી તેનું કારણ ગેરકાયદેસર રીતે કનેક્શન આપેલા હોય જેમાં મોટાભાગે ખાનગી કંપની અને તેનો સ્ટાફ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓની મીઠી નજર હોવાની ચર્ચા હાલ ટોક ઓફ ટાઉન બની છે