કચ્છ અભ્યારણ્યમાં વિલુપ્ત થતી પ્રજાતિની સુરક્ષિત રખાયેલી 15 સોન ચકલીઓ ન દેખાતા વનતંત્ર શોધખોળમાં લાગ્યું
ગુજરાતની સમૃદ્ધ ગણાતી વનસૃષ્ટિમાં હજારો પશુ-પક્ષીઓ વસવાટ કરે છે. તેમાં અનેક વિલુપ્ત થતી જાતિના પશુ-પક્ષીઓનો સમાવેશ થાય છે. આવા વિલુપ્ત પશુ-પક્ષીઓ બીજે કયાંય જોવા મળતા ન હોય આ પ્રજાતિને બચાવવા વનતંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે.
એશિયામાં એકમાત્ર ગીરમાં જોવા મળતા સિંહોને બચાવવા વનતંત્રએ ખાસ અભ્યારણ્યો બનાવીને તેને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે તેવી જ રીતે ગુજરાતમાં જોવા મળતી વિલુપ્ત થતી ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (સોનાની ચકલી) બચાવવાના જંગલતંત્રના પ્રયાસો નિષ્ફળ નિવડયા છે.
એક સમયે ગુજરાતમાં ખુબ જ મોટી સંખ્યામાં સતા ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ એટલે કે સોનાની ચિડિયાના હુલામણા નામના પક્ષી બસ્ટર્ડની સંખ્યા દાયકાઓથી ઘટતી જાય છે અને ગુજરાતમાંથી એકાએક આ પક્ષીઓ ગાયબ થઈ જતા વનતંત્રએ તેની શોધખોળ આદરી છે. ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (સોનાની ચિડિયા)ની સંખ્યા ૨૦૧૭માં ૨૦ નોંધાઈ હતી. ૨૦૧૮માં તે ઘટીને ૧૫ થઈ ગઈ હતી. ત્યારબાદ હવે આ પક્ષીઓ એકાએક ગાયબ થઈ ગયા છે.
કચ્છના ડી.સી.એફ બી.જે.અંસારીએ જાહેર કર્યું હતું કે, કચ્છના નલિયાના અભ્યારણ્યમાં દેખાતું એક બસ્ટર્ડ કેટલાક દિવસથી ગાયબ થઈ ગયું છે. ૨૫૮ ચોરસ કિમીમાં ફેલાયેલા અભ્યારણ્યમાં વનતંત્રએ આ પક્ષીની શોધખોળ શ‚ કરી છે પરંતુ એનો કયાંક પતો નથી. પ્રાકૃતિક રીતે અલભ્ય ગણાતું સોન ચકલીની ત્રણસોની વસ્તી ઘર વરસે ઘટતી ઘટતી માત્ર એકી સંખ્યામાં પહોંચી ગઈ છે. કચ્છના અભ્યારણ્યમાં બે મહિના પહેલા સુધીમાં દેખાતું એક માત્ર નર સોન ચકલીનું કયાંય પતુ નથી. વનતંત્ર આ લાખેણુનું પ્રાકૃતિક ઘરેણુ શોધવા મથામણ કરી રહ્યું છે.
ગુજરાતમાં અલભ્ય ગણાતી પક્ષીની પ્રજાતિઓમાં ગીરજુ ચિલોત્રા, સૌરાષ્ટ્રની દેશની ચકલી અને હવે કાગડા પણ ઓછા થતા જાય છે. કચ્છના અભ્યારણમાંથી એકાએક ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ ગાયબ થયાની ઘટનાને લઈને સરકારે પવનચકકીઓ અને હેવી લાઈનના વિસ્તારમાં પક્ષીઓ મોતને ઘાટ ન ઉતરે તે માટે તાકિદની વ્યવસ્થાનું ફરમાન કર્યું છે. પવનચકકી અને જનરેટરોની કારણે બસ્ટર્ડ નામ શેષ થતા હોવાની દહેશતના પગલે ગુજરાત વન વિભાગે પવનચકકીઓના સંચાલકોને પક્ષીઓની સુરક્ષાના પગલા લેવાની તાકીદ કરી છે. વાઈલ્ડ લાઈફના નિષ્ણાંત વાય.વી.જાની અને દેવેશ ગઢવીએ પવનચકકીઓ પર રેડિયમ અને જાવીની સાથે સાથે તાર ઉપર રિફલેટર લગાવી પક્ષીઓની સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી છે.