માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્વભાઈ મોદી તા.૦૪ માર્ચ ૨૦૧૯ના રોજ જામનગર ખાતે આવનાર હોય તેઓના આગમનને અનુલક્ષીને ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ અને કૃષિ મંત્રી આરસી ફળદુ દ્વારા કાર્યક્ર્મોની તૈયારી અને વિવિધ આયોજનોનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમને અનુલક્ષીને મંત્રીશ્રીઓ દ્વારા કાર્યક્રમ સભા સ્થળ અને જી.જી.હોસ્પિટલની મુલાકાત લઈ અને અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.
આ બેઠકમાં કલેકટરશ્રી રવિશંકરે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓને માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્વભાઈ મોદીની જામનગર મુલાકાતના સુચારૂ આયોજન અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરી આવશ્યક સુધારા સુચવ્યા હતા. માન. વડાપ્રધાનશ્રીની જામનગર મુલાકાત દરમ્યાન કાયદો વ્યવસ્થા તેમજ વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરીમાં કોઈ પણ કચાસ ન રહે તે માટે જિલ્લા વહિવટીતંત્રના લગત અધિકારીઓને જરૂરી સુચનો કરેલ હતા.
આ બેઠકમાં જામનગર શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઈ હિંડોચા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક, જી.જી.હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ નંદિની દેસાઈ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.