૧૦ લાખ લોકોને ઈલેકટ્રોનીક ટુ-વ્હીલર માટે ૨૦ હજારથી ૪૦ હજાર સુધીની સબસિડી

પ્રદૂષણ અને વાહનોમાં કોસ્ટ કટીંગ માટે સરકારે ઈ-વાહનને પ્રોત્સાહન આપવાની ઝુંબેશ ઉપાડી હતી. જેના અંતર્ગત ઈ-વાહન ખરીદનારને વિવિધ સબસીડી આપવાનો નિર્ણય લીધો હતો. ત્યારે હવે ઈ-વ્હીલરની સબસીડીમાંથી મોટરકારની બાદબાકી કરવામાં આવી છે. સરકારે નિર્ણય લીધો છે કે, ખાનગી ઈલેકટ્રીક મોટર ગાડીના વેંચાણ ઉપર નિયંત્રણ રાખવામાં આવશે તેથી ખાનગી ઈલેકટ્રોનીક વાહન ખરીદનારાઓને તેનો વિશેષ ફાયદો નહીં થાય.

સરકારનું માનવું છે કે, ઈલેકટ્રીક કારના વેંચાણથી માત્ર સેલ્સ પ્રમોટ થઈ રહ્યો છે પરંતુ સ્વચ્છતાનું વાતાવરણ બનાવી રાખવાના હેતુથી વેંચાણ વધારી લકઝરી ગણાતી મોટર કારમાં સબસીડી આપતા અન્ય ઈ-વાહન ધારકો સાથે અન્ય થશે. આગામી ત્રણ વર્ષોમાં સરકારે થ્રિ વ્હીલર માટે રૂ.૨૫૦૦ કરોડની સબસીડીની જાહેરાત કરી છે. જેમાં ઈ-રીક્ષાને સૌથી વધુ પ્રોત્સાહન મળશે. આ વાહનમાં સારી ગુણવત્તાવાળી બેટરીનો ઉપયોગ કરવામાં આવશે.

ટુ-વ્હીલરો માટે રૂ.૨૦ હજારથી લઈ ૪૦ હજાર સુધીની સબસીડી આપવામાં આવશે ત્યારે માટે ૫ લાખની સબસીડી અપાશે. ઈ-કાર માટે ૩૫૦૦૦ લોકોને ૨.૫ લાખ સુધીની સબસીડી અપાશે. હાઈબ્રીડ કાર ખરીદનારા ૨૦,૦૦૦ લોકોને ૫ હજારથી ૨૦ હજાર સુધીની સબસીડી અપાશે. ઈ-બસ ખરીદનારા ૭૦૯૦ લોકોને ૩૫ થી ૬૦ લાખ સુધીની સબસીડી અપાશે.

કુલ ૭૦૯૦ ઈલેકટ્રીક બસો દોડાવવા માટે સરકારે સૌથી મોટી સબસીડી રૂ.૩૫૪૫ કરોડની જાહેર કરી છે. આ ઉપરાંત ૧૦ લાખ ટુ-વ્હીલરોને ૨૦૦૦ કરોડની સબસીડી આપવામાં આવશે ત્યારે કેબ્જ માટે ૫૨૫ કરોડની સબસીડી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.