વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી 4 અને 5 માર્ચના રોજ ગુજરાતનાં પ્રવશે આવવાના છે ત્યારે તેનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ જાહેર થયો છે. વડાપ્રધાન નરેન્દ્રમોદી રાજયમાં 24 કલાક રોકાશે જેમાં તે 4 જાહેર ષભા સંબોધશે. આ દરમ્યાન તેઓ જામનગર, અમદાવાદ અને ગાંધીનગરનો પ્રવાસ કરશે.આ ઉપરાંત PM વિશ્વના સૌથી મોટા ઉમિયા માતા મંદિરનું ભૂમિપૂજન કરશે અને મેટ્રો ટ્રેનનું ઉદ્ધાટન કરી તેમાં સવારી કરશે.

PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ

4 માર્ચ 2019

1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે દિલ્હીથી જામનગર આવશે, જામનગરમાં 12થી 1.30 સુધીનું રોકાણ કરશે

2. જામનગરથી 1.30 વાગે અમદાવાદ-જાસપુર જવા રવાના થશે

3. બપોરે 3 થી 4 વચ્ચે વિશ્વઉમિયાધામ સંકુલનું ભૂમિપૂજન કરશે.

4. સાંજે 4.30 કલાકે અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું ઉદ્ધાટન કરશે અને સાથે મેટ્રો ટ્રેનમાં સવારી પણ કરશે

5. સાંજે 6થી 7.30 વાગ્યા સુધી બીજે મેડિકલ હોસ્પિટલમાં PM આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

6. 7.30 થી 8 વાગ્યા સુધી નવા સિવિલ હોસ્પિટલ નું લોકાર્પણ કરશે, લોકાર્પણ બાદ ગાંધીનગર રાજભવન જવા થશે રવાના

7. રાજભવન માં રોકાણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત ના ભાજપના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠક કરશે

5 માર્ચે 2019

8. 10 વાગે અડાલજ અન્નપૂર્ણ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

9. બપોરે 12 વાગે અમદાવાદના વસ્ત્રાલમાં જાહેર સભાને સંબોધશે

10. વસ્ત્રાલ નો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ઈંદોર મધ્ય પ્રદેશ જવા થશે રવાના

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.