ભરવાડ સમાજના પૂ.ઘનશ્યામપુરીબાપુ, પૂ.રાજેન્દ્રદાસબાપુ આર્શીવચન પાઠવશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ: દાતા ગોરધનભાઈ સરસીયા તથા ખીમજીભાઈ મકવાણાનો બહોળો સહયોગ
રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી ટોલનાકા પાસે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ગોપ કન્યાઓ માટે ભવ્ય શૈક્ષણિક સંકુલ ઉભુ કરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત રવિવારે રાખેલ છે. આ પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરુ ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.ધનશ્યામપુરીબાપુ, તોરણીયા નકલંકધામના મહંત ધર્મવિભૂષણ પ.પૂ.રાજેન્દ્રદાસબાપુ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગોપ કન્યા વિદ્યાલયના મુખ્યદાતા ગોરધનભાઈ ભરવાડ, ખીમજીભાઈ મકવાણા, લાખાભાઈ ભરવાડ, જેઠાભાઈ ભરવાડ, ભવાનભાઈ ભરવાડ, કચ્છના ઉધોગપતિ જખરાભાઈ રાતડીયા સહિતના સમાજના શ્રેષ્ઠી દાતાઓ, સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ શુભ દિવસે પડધરી તાલુકા ગોપાલક સમુહલગ્ન સમિતિ દ્વારા સાતમાં સમુહલગ્નનું આયોજન પણ કરવામાં આવેલ છે. જેમાં સંતો-મહંતોના આશીર્વાદથી ૩૫ નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે. અલ્હાબાદ પ્રયાગ ખાતે મહાકુંભમાં ભરવાડ સમાજના ધર્મગુરુ પરમપૂજય ઘનશ્યામપુરીબાપુને સૌપ્રથમવાર મહામંડલેશ્વરની પદવી પ્રાપ્ત થતા તેમનું સમગ્ર ભરવાડ સમાજ દ્વારા જ્ઞાનતુલા કરવામાં આવશે. પૂજયબાપુની જ્ઞાનતુલામાં ઉપયોગમાં લેવામાં આવેલ તમામ પુસ્તકો ભરવાડ સમાજની છાત્રાલયોનાં પુસ્તકાલયોમાં મુકવામાં આવશે.
આ અવસરે ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ રાજકોટ, સ્વ.બેનાબેન એચ.સરસીયા ભરવાડ-ક્ધયા છાત્રાલય જામનગર તથા ગોપ કન્યા છાત્રાલય ભાવનગરને વિશેષ સન્માનીત કરવામાં આવશે. આમંત્રીત દાતાઓ બાબુભાઈ માટીયા, દિનેશભાઈ રાઠોડ, કાળુભાઈ મુંધવા, ભુપતભાઈ ધીસેડીયા, ભુપતભાઈ બાબુતર, પ્રભુભાઈ મુંધવા, નવઘણભાઈ ગોલતર, હાજાભાઈ – હેબતપુર, ખેંગારભાઈ ધ્રાંગીયા, નવઘણભાઈ મુંધવા, રઘુભાઈ સોમાભાઈ, બાબુભાઈ ચાવડીયા (નવયુગ સ્કૂલ), કરશનભાઈ મુંધવા, મુન્નાભાઈ મુંધવા, મેરૂભાઈ બતાળા, ભરતભાઈ મકવાણા, પોપટભાઈ વાવડીયા તથા ભુપતભાઈ વાવડીયા ઉપસ્થિત રહેશે અને તેઓનું ઉષ્માભેર સન્માન કરવામાં આવશે.
ભૂમિપૂજન સમારોહ સવારે ૯ કલાકે પૂ.ઘનશ્યામપુરી બાપુ તથા પૂ.રાજેન્દ્રદાસબાપુના આશિર્વચન સાથે શરૂ થશે. આ અવસરે સમસ્ત સમાજને હાજરી આપવા ગોપાલક સમાજ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.