મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ લોકસભા ચૂંટણીનાં સમય અંગે ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધુ છે. તેમણે શુક્રવારે લખનઉમાં જણાવ્યું હતુ કે આગામી લોકસભા ચૂંટણી નક્કી કરાયેલા સમયે જ યોજાશે. સાથે જ તેમણે જણાવ્યું કે ચૂંટણીમાં ઉમેદવારોને પાંચ વર્ષની આવક વિગત આપવી પડશે. અત્યાર સુધી એક વર્ષની આવકની જાણકારી આપવામાં આવતી હતી. આ ઉપરાંત વિદેશમાં રહેલી સંપત્તિઓને પણ પાન કાર્ડ દ્વારા જણાવવી પડશે.
અરોડાએ વિધાનમંડળમાં ગુરુવારે રાજ્યનાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.આ દરમિયાન તેમણે ચૂંટણી સંબંધી તૈયારીઓની તપાસ શરૂ કરી છે. અરોડાએ કહ્યું કે ઘણા લોકોએ પંચને ચૂંટણીમાં કેન્દ્રીય સુરક્ષાનો વધુમાં વધુ ઉપયોગ કરવાની માગ કરી છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ હવે કહી દીધુ છે કે, અમે બેલેટ પેપરથી કરાતી ચૂંટણી પર પરત નહી આવીએ, અમે પણ હવે EVM મશીનોથી જ ચૂંટણી કરીશું.