કંપનીએ ગત વર્ષો કરતા વધુ ટેક્ષ ભરપાઇ કર્યાનો દાવો
શ્રી મા‚તિ કુરીયર સર્વિસ પ્રા.લી. ને ત્યાં ગત તા. ૩૧-૧-૨૦૧૯ ના રોજ ઇન્કમટેકસ સર્વેની કામગીરી હાથ ધરવા પાછળનું મુખ્ય કારણ એડવાન્સ ટેકસ વધારે ભરવા માટેનો હતો.ઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટની ગણતરી મુજબ મારુતી કુરિયર સર્વિસ પ્રા.લી. એ ચાલુ વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માં એડવાન્સ ટેકસ ઓછો ભર્યો હતો. તેમ માનીને ખરાઇ કરવા સર્વે કરવા આવેલ હતા. પરંતુ આ એડવાન્સ ટેકસની ગણતરી કરવામાં ઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટે ભુલ કરી હતી. કાયદા મુજબ કોઇપણ વ્યકિત કે કંપનીના એડવાન્સ ટેકસની ગણતરીમાં જે તે વ્યકિતનો જે તે વર્ષમાં ટી.ડી.એસ. કપાત થયેલ હોય તે અચુકપણે ગણવાનો રહે છે.
મારુતી કુરીયર સર્વિસ પ્રા.લી. નો સર્વેની તારીખ ૩૧-૦૧-૨૦૧૯ માં રૂ ૩.૩૫ કરોડ જેવો ટી.ડી.એસ. કપાત થયેલ હતો. અને કાયદા મુજબ જો આ ટી.ડી.એસ. એડવાન્સ ટેકસની ગણતરી વખતે ઘ્યાનમાં લેવામાં આવેલ હોત તો મારુતી કુરીયર સર્વિસ પ્રા.લી. એ ઉલ્ટાનો આગલા વર્ષો કરતા વધારે ટેકસ ભરપાઇ કરેલ હતો. ઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટની ક્ષતિગ્રસ્ત ભુલ ભરેલ ગણતરીથી આ સર્વે કરવામાં આવેલ હતો.
વધુમાં જણાવવાનું કે કંપનીએ એસેસમેન્ટ વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માં આગલા વર્ષ કરતાં ૬૫.૯૨ ટકા વધુ ટેકસ ભરેલ હતો અને એસેસમેન્ટ વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માં આગલા વર્ષ કરતા પણ ૨૮ ટકા વધુ ભરપાઇ કરેલ હતો. ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં એડવાન્સ ટેકસ પેટે ૫૨.૭૪ ટકા ટેકસ આગલા વર્ષ કરતાં વધુ ભરેલ છે. આમ દર વર્ષે ઇન્કમટેકસ ભરવામાં ઉત્તરોતર વધારો જ થયેલ છે. આ રીતે મારુતી કુરીયર સર્વિસ પ્રા.લી. કુરીયર ક્ષેત્રમાં ગુજરાત ખાતે હાઇએસ્ટ ટેકસ પેયર તરીકે નોંધાયેલ છે.
મારુતી કુરીયર સર્વિસ પ્રા.લી. દ્વારા ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટના અધિકારીઓને કંપનીની એડવાન્સ ટેકસની જવાબદારી તથા ભરેલ ટેકસની વિગત સંપૂર્ણ આધાર પુરાવા સાથે જણાવેલ હતી.આ તમામ વિગતો જોતા ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને માલુમ પડેલ છે. તેમની ગણતરીઓ બિલકુલ ખોટી અને પાયાવિહોણી છે અને હતી. જેથી તેઓએ સર્વેએ પોતાની ભુલ સ્વિકારી સર્વેની કામગીરી તુરંત આટોપી લીધેલ હતી.
ઉપરોકત સર્વે દરમ્યાન કે ત્યારબાદ પણ કંપનીએ એક ‚પિયાનો પણ વધારાનો ટેકસ ભરપાઇ કરેલ નથી. તેમ છતાં ઇલેકટ્રોનીક તેમજ પ્રિન્ટ મીડીયામાં કંપનીની ઇમેજ ખરડાઇ તેવા બિલકુલ પાયાવિહોણા અને વાહિયાત સમાચારોની માહીતી આપી અમારી કંપનીની ઇમેજને મોટું નુકશાન પહોચાડવાનું કામ કરેલ છે.
મીડીયાઓને ખોટી માહીતી પુરી પાડેલ હતી. જેમાં મારુતી કુરીયર સર્વીસ પ્રા.લી. એ રૂ ૨.૫૦ કરોડ ટેકસ ભર્યો તેવા જુઠા સમાચાર પ્રસિઘ્ધ કરેલ હતા ખરેખર કંપનીએ એક પૈસો પણ ભરેલ નથી.આ સમગ્ર હકિકતની જાણ અર્થે કંપની ગુજરાતના ચીફ કમિશ્નર ઓફ ઇન્કમ ટેકસ તથા કેન્દ્રના ફાઇનાન્સ મીનીસ્ટ્રી અને પી.એમ.ઓ. માં ઉગ્ર રજુઆત કરવા જશે.