ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજયના તમામ જીલ્લાઓ તથા મહાનગરપાલિકા દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ. જેમાં સ્વિમીંગની જીલ્લાની સ્પર્ધા સ્વામી વિવેકાનંદ સ્નાનાગર, પેડક રોડ ખાતે યોજવામાં આવેલ હતી. જે સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓની રાજયકક્ષાએ ભાગ લેવા જવાની પસંદગી થયેલ હતી.
તેમાં બરોડા ખાતે રાજયકક્ષાની સ્પર્ધામાં પી.વી.મોદી સ્કુલની ધો.૧૦ (ગુજરાતી માધ્યમ)માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કકકડ કૃપાએ સ્વીમીંગની ૫૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં રાજયકક્ષાએ દ્વિતીય સ્થાન ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં તૃતિય સ્થાન અને ૨૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ હતા. તેઓએ સુંદર પરફોર્મન્સ આપીને શાળા તથા પરિવારનું નામ રોશન કરેલ છે. વિદ્યાર્થીનીની સિઘ્ધીને શાળાના ટ્રસ્ટી ડો.આર.પી.મોદી, પ્રિન્સીપાલ તથા શાળા પરિવારે બિરદાવી છે.