ઔદ્યોગિક એકમોનાં પ્રદુષણ ઘટાડા માટે વીવીપીની એન્વાયરમેન્ટ લેબોરેટરી આર્શિવાદ રૂપ બનશે
વીવીપી ઈજનેરી કોલેજ ત્રિવેણી સંગમ સમાન સિધ્ધી પ્રાપ્ત કરી છે. વીવીપીની લેબોરેટરી આઈઆઈટી, એનઆઈટી સ્તરની છે, જેની સાબિતી મળી છે.વીવીપીના કેમીકલ, બાયોટેકનોલોજી અને સિવિલ વિભાગ દ્વારા સંચાલીત એનવાયરમેન્ટ લેબોરેટરીને કેમિકલ ટેસ્ટીગ માટે તાજેતરમાં નેશનલ એકેડીટેશન બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્ડ કેલીબ્રેશન લેબોરેટરીઝ એનએબીએલ દ્વારા એક્રેડીટેશન મળેલ છે. આ પ્રકારનું એક્રેડીટેશન મેળવનાર વીવીપી સૌરાષ્ટ્ર-કચ્છની પ્રથમ કોલેજ છે.
આ લેબોરેટરી આંતર રાષ્ટ્રીય ટ્રેસેબલઉતમ ગુણવત્તાવાળી નિસ્ટ પ્રમાણીત કેમીકલ્સ ધરાવે છે. આ લેબોરેટરીએ રાજયની જુદી જુદી આઠ લેબોરેટરી પાસે ટેસ્ટીંગ પરિણામોની સરખામણી કરાવી ઈન્ટરલેબ કંપેરીઝન તેમજ એનએબીએલ પ્રમાણીત લેબ પાસેથી પ્રોફેસીયન્સી ટેસ્ટીંગનું સર્ટીફીકેટ પણ મેળવેલ છે.
દ્વિતિય આયામ, વીવીપીની એન્વાયરમેન્ટ લેબોરેટરીને એનએબીએલનું સર્ટીફક્ષકેટ મળવાથી હવે સૌરાષ્ટ્ર-કચ્છના એકમોને વીવીપીના એન્વાયરમેન્ટ ઓડીટ વિભાગનો લાભ મળી શકશે વીવીપીની એન્વાયરમેન્ટ લેબોરેટરીને ધન કચરા તેમજ દૂષિત પાણી તથા હવાના એનાલીસીસ માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માન્ય સંસ્થા તથા સભ્યપદ મળે છે.
ઉદ્યોગોની પ્રક્રિયાને કારણે ઉત્સર્જિત થતા ઘન કચરા અને દૂષિત પાણીનો નિકાલ વિકરાળ સમસ્યા છે. વીવીપીની એન્વાયરમેન્ટ લેબોરેટરી અને એન્વાયરમેન્ટ ઓડીટ વિભાગ આ દિશામાં નકકર કાર્ય કરી સ્વચ્છ ભારત અભિયાનમાં પણ સિંહફાળો આપી શકશે.
ઉલ્લેખનીય છે કે, વીવીપી ઈજનેરી કોલેજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી માન્ય શેડયુઅલ વન એન્વાયરમેન્ટલ ઓડીટર તરીકે છેલ્લા ૨૦ વર્ષોથી કાર્યરત છે. એન્વાયરમેન્ટ ઓડીટ વિભાગ એનએબીએલ એક્રેડીટેશન લેબોરેટરીની ભવ્ય સફળતા માટે મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ ડો. સંજીવભાઈ ઓઝા અને ર્હલભાઈ મણીઆર, આચાર્ય ડો.જયેશભાઈ દેશકરનાં માર્ગદર્શન હેઠળ કેમીકલ બાયોટેકનોલોજી અને સીવીલ વિભાગના પ્રાધ્યાપકગણ અને કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી હતી.