રોયલ પાર્ક જંકશન પ્લોટમાં મંગળવાર બુધવારે પૂ. ધીરગુરુદેવનું પ્રવચન ભકતસાગર પાઠ, આત્મ જાગરણ, લોગરસ જાપ અને નવકારશીનું આયોજન
રાજાણામાં સરદારનગરને તીર્થભૂમિ બનાવનાર પૂ. ભાગ્યવંતાજી મ.સ.ના સંધારાની સ્મૃતિમાં રચિત ટ્રસ્ટના ઉપક્રમે રાજકોટમાં રોયલ પાર્કમાં ઓમાનવાલા ઉપાશ્રય અને ગોંડલ રોડ (વેસ્ટ) માં પારેખ ઉ૫ાશ્રયના ભૂમિપુજન માં નિશ્રાપ્રદાન કરનાર પૂ. ધીરગુરુદેવ ઉપાશ્રયના રજતજયંતિ વર્ષમાં મંગળવારે સવારે ૮.૪૫ કલાકે કે.કે.વી. હોલથી પૂ. ગુરુદેવનું સ્વાગત અને ૯ કલાકે કળીયુગના કલ્પવૃક્ષ સમાન ભકતામર પાઠ અને ૯.૩૦ કલાકે આત્મ જાગરણ વિષય પર પ્રવચન અને બપોરે ૩.૩૦ કલાકે લોગસ્સ જાપ યોજાશે.
જયારે તા.૬ને બુધવારે સવારે ૮ કલાકે જીતુભાઇ અદાણી (સુરજ એપાર્ટમેન્ટ) તા નિવાસેથી જંકશન પ્લોટ શેરી નં. ૧૨/૩ ખાતે પધાર્યા બાદ પ્રવચન અને નવકારથી નું આયોજન કરાયેલ છે.
ઇન્દ્રપ્રસ્થનગરમાં પ્રવર્તિની પૂ. વનીતાબાઇ મ.સ.ની ૬૧મી દીક્ષા જયંતિ તપ ત્યાગથી ઉજવાયેલ ચાર દિવસીય તપમાં પ૧ ભાવિકો જોડાયા હતા. મહીલા મંડળના વિવિધ કાર્યક્રમ જોડાયા હતા. મહીલા મંડળના વિવિધ કાર્યક્રમ તેમજ જાપ વગેરે થયેલ પૂ. એ જણાવેલ કે બોધિથી સમાધિ સુધી જનાર સંયમને સાર્થક કરી શકે છે. ધીરુભાઇ વોરા વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.